Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન

ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન

ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો.

સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય રહેલા રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં આગેવાનો અને શિક્ષકો દ્વારા વિદાય સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈશ્વરિયા કેળવણી મંડળના અગ્રણીઓ વીરશંગભાઈ સોલંકી, બાબુભાઈ મકવાણા, મૂકેશકુમાર પંડિત સાથે જુગતરામભાઈ દેવમુરારી, વલ્લભભાઈ ચૌહાણ દ્વારા સન્માન સાથે શુભકામના પાઠવવામાં આવી.

ઈશ્વરિયા માધ્યમિક શાળા પરિવારના ચિંતનભાઈ ત્રિવેદી, દેવરાજભાઈ ઉકાણી, નીતેશભાઈ જોષી, ભગીરથભાઈ સાંગા અને વિદ્યાર્થીઓ દ્વારા નિવૃત્ત થતાં રાજેશભાઈ ભટ્ટનાં આગામી જીવન માટે વંદના સાથે શુભકામના વ્યક્ત કરી અભિવાદન કરવામાં આવેલ. પ્રાથમિક શાળા પરિવારના સંકલન સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

 

 

રિપોર્ટર -મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.