Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પૂંછ સેક્ટરમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે થયેલા આ હુમલા બાદ ઘાટીમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સેના પર હુમલો થયો હતો, જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા.

21મી ડિસેમ્બરે પણ આર્મીના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા

આ પહેલા ગયા વર્ષે 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ પૂંચના બાફલિયાઝ વિસ્તારમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યા અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો. બે સૈનિકોના મૃતદેહ પણ વિકૃત કરવામાં આવ્યા હતા અને કેટલાક સૈનિકોના હથિયારો પણ લઈ ગયા હતા. પાકિસ્તાન સમર્થિત પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી હતી.

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ એક બિન- સ્થાનિક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલામાં અમૃતસરના રહેવાસી

અમૃતપાલ (31)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય અમૃતસરના રહેવાસી રોહિત (25)ને પેટની ડાબી બાજુએ ગોળી વાગી હતી. હાલ તે સારવાર હેઠળ છે.

ફેબ્રુઆરી-મે 2023માં ટાર્ગેટ કિલિંગની ઘટના 

26 ફેબ્રુઆરી 2023ની સવારે આતંકવાદીઓએ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી નાખી હતી. જ્યારે 29 મે 2023ના રોજ અનંતનાગમાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.