ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં 17થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. મેક્રોંનો પ્રવાસ મુંબઈથી શરૂ થયો છે અને આ તેમની ચોથી ભારત મુલાકાત છે, સાથે જ તેઓ પ્રથમ વખત મુંબઈ આવ્યા છે.
મુંબઈમાં ભવ્ય સ્વાગત અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા
રાષ્ટ્રપતિ મેક્રોં અને તેમની પત્ની બ્રિજિટ મેક્રોં 16 ફેબ્રુઆરી 2026ની રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને મુંબઈમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરાયા છે.
MEA के प्रवक्ता रणधीर जायसवाल ने ट्वीट करते हुए लिखा, "फ्रांस के राष्ट्रपति इमैनुएल मैक्रों का गर्मजोशी से स्वागत किया गया। महाराष्ट्र और गुजरात के गवर्नर आचार्य देवव्रत ने मुंबई एयरपोर्ट पर उनका गर्मजोशी से स्वागत किया…इस दौरे के दौरान, PM नरेंद्र मोदी फ्रांस के राष्ट्रपति… pic.twitter.com/ve0K18pUyE
— ANI_HindiNews (@AHindinews) February 16, 2026
PM મોદીએ X પર કર્યું સ્વાગત, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની આશા
રાષ્ટ્રપતિ મેક્રોંના આગમન પર PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત આ મુલાકાત માટે આતુર છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની તક તરીકે આ મુલાકાત મહત્વપૂર્ણ રહેશે. બંને નેતાઓ વચ્ચેની ચર્ચાઓ વેપાર, ટેક્નોલોજી, ડિફેન્સ અને વૈશ્વિક સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી દિશા આપશે તેવી અપેક્ષા છે.
Welcome to India!
India looks forward to your visit and to advancing our bilateral ties to new heights. I am confident that our discussions will further strengthen cooperation across sectors and contribute to global progress.
See you in Mumbai and later in Delhi, my dear friend… https://t.co/5gDTDt6llp
— Narendra Modi (@narendramodi) February 17, 2026
દ્વિપક્ષીય વાટાઘાટો અને ‘Year of Innovation 2026’નું ઉદ્ઘાટન
17 ફેબ્રુઆરીએ બપોરે મુંબઈના લોક ભવન ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાવાની છે, જેમાં અનેક MoUs પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ત્યારબાદ બંને નેતાઓ જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સ કરશે. સાંજે ઇન્ડિયા-ફ્રાન્સ ફોરમને સંબોધન કર્યા બાદ ‘India-France Year of Innovation 2026’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બિઝનેસમેન, સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચરો સાથે સંવાદ પણ થશે. ત્યારબાદ ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની યોજના છે.
AI સહયોગ અને AI Impact Summitમાં ભાગ
મુંબઈ પછી મેક્રોં દિલ્હી જશે અને ત્યાં આયોજિત AI Impact Summitમાં ભાગ લેશે. 2025માં પેરિસમાં યોજાયેલી AI Action Summit પછી ભારતમાં યોજાતી આ સમિટ દરમિયાન બંને દેશો AI ક્ષેત્રમાં સહયોગ વધારવા અને AI રોડમેપની પ્રગતિની સમીક્ષા કરશે. ટેક્નોલોજી અને ડિજિટલ ઇનોવેશનમાં ભારત-ફ્રાન્સ સહયોગને નવી દિશા આપવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ડિફેન્સ સહયોગ અને રાફેલ જેટ્સ પર ચર્ચા
ભારત અને ફ્રાન્સ વચ્ચે ડિફેન્સ સહયોગ પણ આ મુલાકાતનું મહત્વનું એજન્ડા છે. ભારત દ્વારા 114 રાફેલ ફાઇટર જેટ્સની ખરીદી અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે. 2024માં સહમત થયેલા ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ રોડમેપ હેઠળ હવાઈ અને સમુદ્રી ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ધ્યાન આપવામાં આવશે. બેંગ્લોરમાં યોજાનાર 6ઠ્ઠા એન્યુઅલ ડિફેન્સ ડાયલોગમાં રક્ષા સહયોગ કરારને 10 વર્ષ માટે રિન્યુ કરવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel