Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

ABVP થરાદ દ્વારા KGBV(ગર્લ હોસ્ટેલ)માં ગરબાનું આયોજન કરાયું

ABVP થરાદ દ્વારા KGBV(ગર્લ હોસ્ટેલ)માં ગરબાનું આયોજન કરાયું

નવલી નવરાત્રીમાં માઁ અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારના ગરબા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ હોસ્ટેલ) થરાદ ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં ગર્લ હોસ્ટેલની બહેનો માઁ અંબાના ગરબા રમી હતી. તેમાં નિર્ણાયક તરીકે હેતલબેન પંચાલ હતા અને ૧ થી ૩ નંબર લાવનાર બહેનોને કવર તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વોર્ડન બહેનને પણ ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નિર્ણાયક ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એબીવીપી ના ભાગ સંયોજક રાજેશભાઈ જોષી(નાનોલ)નો પ્રવાસ રહ્યો હતો તેમજ નગરમંત્રી વિશાલપુરી ગૌસ્વામી પણ હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર-અરવિંદ પૂરોહિત (વાવ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.