Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

સામાન્ય મજબૂતી શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ

સામાન્ય મજબૂતી શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ

19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન્ટના ઉછાળા સાથે 22883.70 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. હતો. પરંતુ પછીથી ફરી સવારે 9:24 વાગ્યે બજાર રેડ ઝોનમાં ગયું. આજના શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, ભારતી એરટેલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટ્રેન્ટ ઘટ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ

બે દિવસના વધારા બાદ મંગળવારે યુએસ બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે મુખ્ય સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.62% ઘટીને 41581 પર બંધ થયો, જ્યારે S&P 500 1.07% ઘટીને 5614 પર બંધ થયો. તે ફેબ્રુઆરીના હાઈએસ્ટ લેવલથી 8.6% નીચે હતો અને કરેક્શન ક્ષેત્રની નજીક હતો. જેમાં નાસ્ડેક સૌથી વધુ ઘટ્યો. તે 1.07% ઘટીને 17504 પર બંધ થયો.

 એશિયામાં શેરબજારમાં સતત ચોથા દિવસે વધારો થયો હતો. બેંક ઓફ જાપાન દ્વારા અપેક્ષા મુજબ તેના નીતિગત વ્યાજ દર સ્થિર રાખ્યા પછી યેનમાં વધઘટ થઈ. જાપાન અને દક્ષિણ કોરિયાના શેર વધ્યા હતા. જ્યારે ચીનના શેર ઘટ્યા અને હોંગકોંગના શેરમાં મિક્સ પ્રતિસાદ જોવા મળ્યો.

ગઈકાલે બજારમાં હતો ઉછાળો

18 માર્ચે ભારતીય શેરબજારોમાં તમામ ક્ષેત્રો અને વ્યાપક સૂચકાંકોમાં જોરદાર ખરીદી જોવા મળી. ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ 22850નો આંકડો પાર કર્યો હતો અને 325.55 પોઈન્ટના વધારા સાથે 22,834.30 પર બંધ થયો હતો. સેન્સેક્સ 1131.31 પોઈન્ટના વધારા સાથે 75301.26 પર બંધ થયો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.