Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા અને લિંક્ડઈન પર સરકારે ફટકાર્યો મસમોટો દંડ, જાણો કારણ

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા અને લિંક્ડઈન પર સરકારે ફટકાર્યો મસમોટો દંડ, જાણો કારણ

કોર્પોરેટ કાર્ય મંત્રાલયે કંપની અધિનિયમ અંતર્ગત મહત્ત્વપૂર્ણ લાભકારી માલિકીના નિયમોના ઉલ્લંઘન બદલ માઈક્રોસોફ્ટની કંપની લિંક્ડઈન ઈન્ડિયા (LinkedIn India), અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા સહિત અન્ય લોકોને પેનલ્ટી ફટકારી છે.

માર્કેટ કેપ અનુસાર વિશ્વની ટોચની કંપની માઈક્રોસોફ્ટે ડિસેમ્બર, 2016માં પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઈન હસ્તગત કરી હતી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે લિંક્ડઈન ઈન્ડિયા, નદેલા, લિંક્ડઈનના સીઈઓ રેયાન રોસ્લાન્સ્કી અન્ય અન્ય સાત વ્યક્તિઓને કુલ રૂ. 27,10,800ની પેનલ્ટી ફટકારી છે.

કોને કેટલી પેનલ્ટી

શું છે મામલો

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે 63 પાનાંના આદેશમાં જણાવ્યું છે કે, લિંક્ડઈન ઈન્ડિયા અને વ્યક્તિઓને કંપની અધિનિયમ, 2023 અંતર્ગત મહત્ત્વપૂર્ણ લાભકારી માલિકી (SOB) નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આરઓસીએ આદેશમાં જણાવ્યું છે કે, સત્ય નદેલા અને રેયાન રોસલાંસ્કી કંપનીના એસબીઓ છે. તે કલમ 90 (1) હેઠળ રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના લીધે અધિનિયમની કલમ 90 (10) હેઠળ પેનલ્ટી ફટકારી છે.

રોસલાંસ્કીની લિંક્ડઈન કોર્પોરેશનના ગ્લોબલ સીઈઓ તરીકે 1 જૂન, 2020માં નિમણૂક થઈ હતી. તે સત્ય નદેલાને રિપોર્ટ કરે છે. કલમ 90 એસબીઓ સંબંધિત છે. જેના માટે કંપનીઓએ એસબીઓની વિગતોનો ખુલાસો કરવો પડે છે. કંપની તેનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહેતાં પેનલ્ટી ફટકારવામાં આવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.