Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 29°C

GSRTCએ ગિફ્ટ સિટીને જોડતી ઈલેક્ટ્રિક બસ સેવાઓની કરી શરૂઆત, 20,000થી વધુ લોકોને નજીવા ખર્ચે મળશે કનેક્ટિવિટી

GSRTCએ ગિફ્ટ સિટીને જોડતી ઈલેક્ટ્રિક બસ સેવાઓની કરી શરૂઆત, 20,000થી વધુ લોકોને નજીવા ખર્ચે મળશે કનેક્ટિવિટી

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને GSRTCએ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોને ગિફ્ટ સિટી સાથે જોડતી ત્રણ નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરી છે. ગિફ્ટ સિટીમાં આવવા તથા જવા માટે તેમજ ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને મજબૂત કરવાના પ્રયાસરૂપે, નારોલથી ગિફ્ટ સિટી, શાંતિપુરા-એસજી હાઈવેથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર પથિકાશ્રમથી ગિફ્ટ સિટીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલમાં નારોલથી ગિફ્ટ સિટી, શાંતિપુરા-એસજી હાઈવેથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર પથિકાશ્રમથી ગિફ્ટ સિટી એમ ત્રણ રૂટ ઉપર બસો દોડે છે. જાહેર પરિવહનની વધતી જતી માંગ, ઓફિસના સમય અને અમદાવાદ તથા ગાંધીનગરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ સાથે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે વધારાના ત્રણ રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટીને અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગો સાથે જોડતી ઈવી બસો ઉપરાંત તેને મેટ્રો કનેક્ટિવિટી પણ મળવાની છે જેના માટે બાંધકામની કામગીરી ચાલી રહી છે. ગિફ્ટ સિટીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ દરરોજ અમદાવાદ અને ગાંધીનગરથી મુસાફરી કરે છે અને ગિફ્ટ સિટીમાં બેઝ સ્થાપવા માટે વધુ એકમો યોજના બનાવી રહ્યા છે ત્યારે ગિફ્ટ સિટીમાં અને ત્યાંથી મુસાફરી કરતા કર્મચારીઓ ચોક્કસપણે જાહેર પરિવહનની વધુ માંગ ઊભી કરશે.

ઉલ્લેખનીય છે કે, ગિફ્ટ સિટીએ ગયા વર્ષે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પરિવહન સેવાઓ માટે ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ સાથેએમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં હતા અને ગિફ્ટ સિટી સાથે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વિવિધ રૂટ પર ચાર ઈલેક્ટ્રિક બસો પહેલેથી જ દોડી રહી છે. જીએસઆરટીસી દ્વારા ત્રણ રૂટ પર ચલાવવામાં આવી રહેલી ઈલેક્ટ્રિક બસોનો નવીનતમ ઉમેરો ગિફ્ટ સિટીમાં કામ કરતા 20,000થી વધુ લોકોને નજીવા ખર્ચે કનેક્ટિવિટી સરળતાથી પૂરી પાડશે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ આ અંગે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી જેવા આધુનિક સ્માર્ટ સિટી માટે, વિકાસને આગળ ધપાવવા માટે ટકાઉપણું ખૂબ મહત્વનું છે. પ્રારંભથી જ ગિફ્ટ સિટીએ પર્યાવરણના ભોગે વિકાસ ન સાધવા માટે ગ્રીન પહેલ હાથ ધરી છે. અમે ગયા વર્ષથી ગિફ્ટ સિટીમાં ઈ-મોબિલિટી સુવિધાઓ શરૂ કરી દીધી છે અને જીએસઆરટીસી દ્વારા ત્રણ નવી ઈલેક્ટ્રિક બસોની તાજેતરની રજૂઆતથી ગિફ્ટ સિટીમાં અને ત્યાંથી આવતા મુસાફરોને ચોક્કસપણે ફાયદો થશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.