Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના 41 પ્રભારીઓ નિમ્યા, 33 જિલ્લા અને 8 મનપા માટે કરી નિમણૂક.

ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના 41 પ્રભારીઓ નિમ્યા, 33 જિલ્લા અને 8 મનપા માટે કરી નિમણૂક.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યાં છે. વિધાનસભમાં જે સીટ પર પરાજય મળ્યો છે.

ત્યાં કેવી રીતે સંગઠનને મજબૂત કરીને લોકસભામાં જીત મેળવવી તેની પર મંથન શરૂ કરવામાં આવ્યું છે. હવે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જિલ્લા અને મહાનગરના સંગઠનના 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લા અને શહેર પ્રભારીની નિમણૂંક કરી છે. જેમાં 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકા વિસ્તારમાં પ્રભારીઓ નિમવામાં આવ્યાં છે.

સુરત શહેરમાં શિતલબેન સોની, વડોદરા શહેરમાં ગોરધન ઝડફિયા, જામનગરમાં પલ્લવીબેન ઠાકર, રાજકોટમાં પ્રકાશભાઈ સોની, ભાવનગર શહેરમાં ચંદ્રશેખર દવે, અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારમાં પક્ષની પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને હવે ભાજપનો કેસરીયો પહેરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધીરુભાઈ કોંગ્રેસની ટીકિટ પર 6 વખત ચૂંટણી લડી ચૂક્યા છે.

હવે તેમને ભાજપમાં લાવીને આદિવાસી મતો અંકે કરવાની તૈયારી કરી લેવાઈ છે. ધીરુભાઈ ભીલ ટુંક સમયમાં કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.