ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રનો આજે 22મો દિવસ છે અને આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) બિલ રજૂ થવાનું છે. આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં સાધુ-સંતોનું આગમન થયું હતું, જેનાથી આ ઘટનાની મહત્વતા વધુ વધી છે. બિલ રજૂ થાય તે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે “આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશ, આ સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે.”
આજનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રખાશે; આજે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યા છે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
#UCC #Gujarat @CMOGuj… pic.twitter.com/kcwIKdTNMc
— Gujarat Information (@InfoGujarat) March 24, 2026
UCC પર DYCM હર્ષ સંઘવીનું નિવેદન — “સોનેરી દિવસ”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. તેમણે જણાવ્યું કે 1947માં દેશને સ્વતંત્રતા મળી હોવા છતાં વ્યક્તિગત કાયદાઓ હજુ પણ સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. તેના કારણે સૌથી વધુ નુકસાન મહિલાઓને થયું છે. UCC અમલી બનશે તો દેશના તમામ નાગરિકો માટે એકસરખા કાયદા લાગુ થશે અને ખાસ કરીને માતા-બહેનોને વધુ સુરક્ષા મળશે. તેમણે ઉમેર્યું કે આ કાયદો કોઈ એક ધર્મ માટે નહીં પરંતુ તમામ ધર્મો માટે સમાન રીતે લાગુ પડશે.
ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જે UCC અમલમાં લાવવા જઈ રહ્યું છે. આ મહત્વપૂર્ણ નિર્ણય માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા.
आज गुजरात विधानसभा में UCC प्रस्तुत करेंगे समानता का संकल्प, संविधान का सम्मान।
— Harsh Sanghavi (@sanghaviharsh) March 24, 2026
UCC બિલ માટે સરકારની તૈયારી — કમિટીથી અંતિમ રિપોર્ટ સુધી
ગુજરાત સરકારે UCC અમલ માટે 4 ફેબ્રુઆરી 2025ના રોજ એક વિશેષ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એક વર્ષ દરમિયાન વિવિધ સમાજો, કાનૂની નિષ્ણાતો અને સંગઠનો પાસેથી અભિપ્રાયો મેળવ્યા હતા.
તાજેતરમાં આ કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. આ પ્રક્રિયા બાદ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બિલ રજૂ કરવાની તૈયારી પૂર્ણ કરવામાં આવી.
મહિલાઓના અધિકારોને મળશે મજબૂતી
UCCનો મુખ્ય હેતુ લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક જેવા વ્યક્તિગત કાયદાઓમાં સમાનતા લાવવાનો છે. આ કાયદો ખાસ કરીને મહિલાઓના અધિકારોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સમાજમાં સમાનતા અને ન્યાયની દિશામાં આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આ બિલ સંવિધાનમાં દર્શાવેલ સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં UCC અમલ દેશવ્યાપી ચર્ચા જગાવશે અને ભવિષ્યમાં અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel