Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ

દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહતરૂપ નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટએ મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) અને મોંઘવારી રાહત (Dearness Relief – DR) મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે ની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે રાજ્ય સરકારો પેન્શનરોને મળતી DRનો દર કાર્યરત કર્મચારીઓના DA કરતા ઓછો રાખી શકે નહીં.

કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે મોંઘવારીનો પ્રભાવ સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીઓ પર સમાન રીતે પડે છે. તેથી બંને વચ્ચે ભેદભાવ કરવો બંધારણના Article 14 of Indian Constitutionનો ભંગ ગણાશે. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારો પેન્શનરોને મોંઘવારી સંબંધિત લાભોમાં ઓછું પાડવા માટે મજબૂર નહીં રહી શકે.

KSRTC કેસમાં સ્પષ્ટતા:

આ મહત્વપૂર્ણ નિર્ણય Kerala State Road Transport Corporation (KSRTC) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આવ્યો હતો. કેસમાં કેરળ સરકારે પોતાની નબળી નાણાકીય સ્થિતિનું કારણ બતાવી પેન્શનરોને ઓછી મોંઘવારી રાહત આપવાની દલીલ કરી હતી.

પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે નાણાકીય મુશ્કેલીઓ ચૂકવણીમાં વિલંબ માટે કારણ બની શકે, પરંતુ તે સમાન હક ધરાવતા બે જૂથો વચ્ચે ભેદભાવ માટે યોગ્ય કારણ બની શકે નહીં.

કેરળ હાઈકોર્ટના નિર્ણયને માન્યતા:

સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદા દ્વારા કેરળ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે એક કલ્યાણકારી રાજ્ય તરીકે સરકારની જવાબદારી છે કે તે નિવૃત્ત કર્મચારીઓના હિતોની અવગણના ન કરે.

દેશભરના પેન્શનરો માટે મોટો ફાયદો:

આ નિર્ણય દેશભરના સરકારી પેન્શનરો માટે ઐતિહાસિક ગણાઈ રહ્યો છે. હવે કોઈપણ રાજ્ય સરકાર પગાર સુધારણા કે DAમાં વધારો કરતી વખતે પેન્શનરોને DRમાં ઓછું આપતા પહેલા કાયદાકીય રીતે જવાબદાર રહેશે.

આ ચુકાદો પેન્શનરોને આર્થિક રીતે વધુ સુરક્ષા અને સમાન અધિકાર આપશે, જે તેમની જીવનશૈલી સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.