ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને ઔદ્યોગિક ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) કામચલાઉ રીતે શૂન્ય કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને રાહત આપવાનો અને વૈશ્વિક બજારમાં વધતી કિંમતો સામે સ્પર્ધાત્મકતા જાળવી રાખવાનો છે.
સરકારના આ નિર્ણય હેઠળ મેથેનોલ, એસિટિક એસિડ, ફેનોલ, સ્ટાયરીન અને ટોલ્યુઈન જેવા મુખ્ય કેમિકલ્સ પર સીધી રાહત આપવામાં આવી છે. ઉપરાંત, પોલિમર્સ જેમ કે PVC (પોલીવિનાઇલ ક્લોરાઇડ), ABS, PET અને ઇપોક્સી રેઝિન તેમજ ઔદ્યોગિક ઇન્ટરમીડિએટ્સ જેમ કે MEG (મોનોઇથિલિન ગ્લાયકોલ) અને PTA (પ્યુરિફાઇડ ટેરેપ્થેલિક એસિડ) પણ આ યાદીમાં સામેલ છે. આ તમામ કેમિકલ્સ બાંધકામ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે.
Chaired a meeting of the Cabinet Committee on Security (CCS). Reviewed the steps being taken by various Ministries and Departments in the wake of the ongoing West Asia conflict and also discussed the next set of initiatives to be taken. Aspects relating to sectors like energy,… pic.twitter.com/vb0UluPbtu
— Narendra Modi (@narendramodi) April 1, 2026
આ પગલાથી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે, ખાસ કરીને તે ઉદ્યોગોમાં જે આયાતી કાચા માલ પર નિર્ભર છે. પ્લાસ્ટિક, પેકેજિંગ અને ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓને હવે સસ્તો રો મટીરિયલ મળશે, જેના કારણે તેમના અંતિમ ઉત્પાદનોની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે. આ નિર્ણય ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે સરકારે ફક્ત બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં જ રાહત આપી છે. એન્ટિ-ડમ્પિંગ અને સેફગાર્ડ ડ્યુટી જેવી અન્ય ટેક્સ વ્યવસ્થાઓ યથાવત રાખવામાં આવી છે. એટલે કે, જો કોઈ ચોક્કસ દેશ અથવા પ્રોડક્ટ પર પહેલેથી જ આ પ્રકારની ડ્યુટી લાગુ હોય, તો તે ચાલુ રહેશે. આ પગલું સ્થાનિક ઉદ્યોગોને અયોગ્ય સ્પર્ધાથી બચાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિશ્વભરમાં સપ્લાય ચેઇન ખોરવાઈ જવા અને લોજિસ્ટિક્સ સમસ્યાઓને કારણે કેમિકલ્સના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત આ ક્ષેત્રમાં મોટા પાયે આયાત પર આધારિત છે, જેના કારણે સ્થાનિક ઉત્પાદકો પર ખર્ચનો બોજો વધી રહ્યો હતો. આ 3 મહિનાની છૂટછાટથી લેન્ડેડ કોસ્ટ ઘટશે અને બજારમાં મોંઘવારી નિયંત્રિત કરવામાં મદદ મળશે.
બજાર નિષ્ણાતોના મત અનુસાર, આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સ્પર્ધા વધશે. ખાસ કરીને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) હેઠળ પહેલેથી જ ડ્યુટીમાં છૂટ મેળવનારા દેશોની સામે હવે અન્ય દેશોની આયાત પણ સસ્તી બનશે, જેના કારણે બજારમાં સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. છતાં, આ નિર્ણય ઉદ્યોગોને ટૂંકા ગાળામાં સ્થિરતા અને રાહત આપનાર સાબિત થશે.
આ નિર્ણયનો સીધો ફાયદો બાંધકામ, ઓટોમોબાઈલ, પેકેજિંગ, ટેક્સટાઈલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ક્ષેત્રોને થશે. PVC પાઈપ્સ, પેઈન્ટ્સ, ટાયર, પ્લાસ્ટિક પાર્ટ્સ, PET પેકેજિંગ અને ઘરગથ્થુ ઉપકરણોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાથી ગ્રાહકોને પણ રાહત મળવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel