ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે હવે સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશોએ રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવી, ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી અટકાવવી અને આંતરરાષ્ટ્રીય ગુનાઈત નેટવર્ક સામે સંયુક્ત રીતે કાર્યવાહી વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
કાયદા અમલીકરણ અને સુરક્ષા સહયોગ માટે વ્યાપક યોજના
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત અને કેનેડાએ કાયદાના અમલીકરણ તથા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે એક સામાન્ય રોડમેપ તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને સંગઠિત ક્રિમિનલ નેટવર્ક અંગે માહિતી વહેંચવા માટે બંને દેશો ખાસ અધિકારીઓની નિમણૂક કરશે. ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સીધી સંકલન વ્યવસ્થા બનાવાશે. ઉપરાંત સાયબર સુરક્ષા પડકારો, ઇમિગ્રેશન ફ્રોડ અને ક્રોસ-બોર્ડર ગુનાખોરી જેવા મુદ્દાઓ પર સતત ચર્ચા ચાલુ રાખવા માટે પણ સહમતી બની છે.
🚨 BIG! India & Canada agree to open a new chapter in bilateral ties 🇮🇳🤝🇨🇦
NSA Ajit Doval & Nathalie Drouin hold KEY talks in Delhi — both sides AGREE to cooperate on COUNTER-TERRORISM, intelligence sharing & transnational crime. pic.twitter.com/jESPkAgDvi
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2025
નિજ્જર વિવાદ બાદ સંબંધ સુધારવા માટેનું પ્રથમ મોટું પગલું
2023માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. તે પછી આ પ્રથમ મોટું પ્રસંગ છે જ્યાં બંને દેશો ઉચ્ચ સ્તરે સુરક્ષા સહયોગ માટે આગળ આવ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ બેઠક બંને દેશો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને દ્વિપક્ષીય સંબંધોને ફરી મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સંભાવિત ભારત મુલાકાત પહેલા મહત્વપૂર્ણ વિકાસ
NSA અજિત ડોભાલની આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે કારણ કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવતા મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ સુરક્ષા સહયોગની ડીલને બંને દેશો વચ્ચેના વિવાદિત મુદ્દાઓ પર બરફ ઓગાળવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય અનુસાર, બંને દેશો નાગરિકોના રક્ષણ, સ્થાનિક કાયદાનું પાલન અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હેઠળ છેતરપિંડી તથા ઇમિગ્રેશન સંબંધિત પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રીતે કાર્ય કરવા સંમત થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom