Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 26°C

ભારત ફીલીપાઈન્સનો બ્રહ્મોસ મિસાઇલ્સ સોદો, બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્ત્વનું પગલું છે

ભારત ફીલીપાઈન્સનો બ્રહ્મોસ મિસાઇલ્સ સોદો, બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્ત્વનું પગલું છે

અહીં યોજાયેલા રાયસીના ડાયલોગમાં ભાગ લેતાં ફીલીપાઈન્સના વિદેશ મંત્રી એનરિકે મેના લોએ ભારત ફિલિપાઇન્સના બ્રહ્મોસ મિસાઇલ સોદાને બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્વનું પગલું રહ્યું હતું. આ સાથે આ કરારો અંગે બોલતાં તેઓએ વિવિધ સંરક્ષણ ક્ષેત્રોમાં સ્થપાનારા બંને દેશોના સહકાર અંગે કહ્યું હતું કે આ કરારો તે માટે માર્ગદર્શક બની રહ્યા છે.

આ કરારોના પગલે બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનો સંરક્ષણ સહકાર તાલિમ અને વરિષ્ટ અધિકારીઓ આપ લે તથા ઓપરેશનલ ફેસીલીટીઝ વિકસાવવા માટે માર્ગદર્શક બનશે.

રશિયાના સહકારથી રચાયેલાં આ સુપર સોનિક મિસાઇલનું નામ બ્રહ્મપુત્રા નદી અને મોસ્કો નદી પરથી પાડવામાં આવ્યું છે. સાથે આ નામ પુરાણ કથાઓ અને મહાકાવ્યોમાં કહેલાં બ્રહ્માસ્ત્ર શબ્દની યાદ આપે છે.

આ પૂર્વે એનરિકો માનાલોએ સોમવારે ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફીક્કી)ના સભ્યો સાથે મંત્રણા કરી હતી. ફીક્કીના પ્રમુખ હર્ષ વર્ધન અગ્રવાલે તેમનાં વક્તવ્યમાં બંને દેશો વચ્ચે વ્યાપાર વૃદ્ધિ માટે અનુરોધ કર્યો હતો.

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી જતી દાદાગીરીને લીધે ફીલીપાઈન્સને માટે ભારે મુશ્કેલી ઉભી થઇ છે. ફિલિપાઇન્સ પાસેની ખંડીય ધાજલી સુધી ચીનનાં યુદ્ધ જહાજો ચકરાવા કાપે છે. તેની કોસ્ટગાર્ડની નૌકાઓમાંથી ફીલીપાઈન્સનાં જહાજો ઉપર પાણીનો મારો ચલાવે છે તે સંયોગોમાં ફીલીપાઈન્સ ભારત સાથે સંરક્ષણ કરારો કરવા આતુર હોય તે સહજ છે.

ભારતીય વાયુસેનાએ અમેરિકામાં બનાવાયેલા સી-૧૭ ગ્લોબ માસ્ટર વિમાન દ્વારા બ્રહ્મોસ મિસાઇલ્સનો એક જથ્થો તો મોકલી આપ્યો છે. જે ફીલીપાઈન્સ મુહીન કોર્પસને સોંપવામાં આવ્યો છે તે ઉપરાંત વધુ ૩ બેટરીઝ પણ મોકલવાનું છે. તેથી પ્રાદેશિક ધમકી સામે ફીલીપાઈન્સ પોતાનું સંરક્ષણ બરોબર કરી શકશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.