Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

કુપવાડામાં ભારતીય સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા, સુરક્ષાદળોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

કુપવાડામાં ભારતીય સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા, સુરક્ષાદળોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

 જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં સેનાએ આતંકીઓ પાસેથી હથિયારો અને અન્ય યુદ્ધ સંબંધિત સામગ્રી જપ્ત કરી છે. સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.

 

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે માહિતી શેર કરવામાં આવી છે. વાસ્તવમાં સુરક્ષા દળોને ગુગલધર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં જ ઓપરેશન શરૂ થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આ પછી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.