દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી લશ્કરી શક્તિનું શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. પરેડમાં નવા રચાયેલા લશ્કરી એકમોના મોડેલો તેમજ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તૈનાત કરાયેલા મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓ રજૂ કરવામાં આવી રહી છે, જે દેશની સુરક્ષા તૈયારી અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાનું પ્રતીક છે.
77th #RepublicDay🇮🇳 | कर्तव्य पथ पर भारतीय नौसेना के बैंड ने मार्च किया। pic.twitter.com/InfVJaKiQG
— ANI_HindiNews (@AHindinews) January 26, 2026
આ સાથે જ પ્રજાસત્તાક દિવસે સંભવિત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે સશસ્ત્ર સીમા બળ (SSB)એ ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધુ કડક કરી છે. SSBની 42મી બટાલિયનના કમાન્ડર ગંગા સિંહ ઉદાવત મુજબ, 26 જાન્યુઆરીના દિવસે કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓની શક્યતા હોવાને કારણે સરહદને અડીને આવેલા રસ્તાઓ, જંગલો, માર્ગો અને જળાશયો પર 24 કલાક સઘન નજર રાખવામાં આવી રહી છે.
77th #RepublicDay🇮🇳 | कर्तव्य पथ पर कुमाऊं रेजिमेंट, 39 गोरखा ट्रेनिंग सेंटर और 11 गोरखा राइफल्स के कंबाइंड मिलिट्री बैंड में 74 म्यूज़िशियन ने मार्च किया। pic.twitter.com/AbbPngH3FJ
— ANI_HindiNews (@AHindinews) January 26, 2026
પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર સંગીત અને શિસ્તનું અનોખું સંગમ જોવા મળ્યું. ભારતીય નૌકાદળના બેન્ડે ‘જય ભારતી’ ધૂન વગાડી કૂચ કરી, જ્યારે કુમાઉ રેજિમેન્ટના કમ્બાઈન્ડ મિલિટરી બેન્ડ, 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટર અને 11 ગોરખા રાઈફલ્સના કુલ 74 સંગીતકારોએ એકસાથે માર્ચ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. લશ્કરી પ્રદર્શનનો વિશેષ આકર્ષણ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ આર્મર્ડ લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ—હાઈ મોબિલિટી રિકોનિસન્સ વ્હીકલ (HMRV)—હતું, જે મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે અને 2023થી કાર્યરત છે. આ વાહન આધુનિક સર્વેલન્સ રડાર, અદ્યતન સંચાર પ્રણાલી અને એન્ટી-ડ્રોન ક્ષમતાથી સજ્જ છે, જે માનવીઓ, વાહનો, ઓછી ઊંચાઈવાળા હેલિકોપ્ટર તેમજ ડ્રોનને શોધી નષ્ટ કરવામાં મદદરૂપ બને છે. નાની ટીમોને દુશ્મન પેટ્રોલિંગ અને સશસ્ત્ર લક્ષ્યો સામે ઝડપી કાર્યવાહી કરવાની ક્ષમતા પણ આ વાહન પૂરી પાડે છે.
77th #RepublicDay🇮🇳 | High Mobility Reconnaissance Vehicle (HMRV), India’s first indigenously designed Armoured Light Specialist Vehicle, being showcased at the Kartavya Path in Delhi.
It is developed by Mahindra Defence Systems and commissioned in 2023. It is equipped with… pic.twitter.com/1I5k6yV64M
— ANI (@ANI) January 26, 2026
#WATCH 77वां गणतंत्र दिवस🇮🇳 | दिल्ली में कर्तव्य पथ पर 129 हेलीकॉप्टर यूनिट के चार Mi-17 1V हेलीकॉप्टरों द्वारा ध्वज फॉर्मेशन में फूलों की पंखुड़ियां बरसाई जा रही हैं। हेलीकॉप्टरों के इस फॉर्मेशन का नेतृत्व ग्रुप कैप्टन आलोक अहलावत कर रहे हैं।
(सोर्स: डीडी) pic.twitter.com/Gb1l17tIpE
— ANI_HindiNews (@AHindinews) January 26, 2026
આ ઉપરાંત, પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેનાના હેલિકોપ્ટરો દ્વારા અદભુત હવાઈ પ્રદર્શન કરવામાં આવ્યું. કર્નલ વિજય પ્રતાપના નેતૃત્વમાં ધ્રુવ હેલિકોપ્ટરો દ્વારા ‘પ્રહર રચના’નું પ્રદર્શન કરવામાં આવ્યું, જે ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારી અને તાલમેલ દર્શાવે છે. આ પ્રસંગે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળના વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. રાકેશ શર્મા બાદ અવકાશમાં ઉડાન ભરનારા બીજા ભારતીય અવકાશયાત્રી એવા શુભાંશુ શુક્લાને મિશન દરમિયાન દર્શાવેલી અસાધારણ હિંમત, ઝડપી નિર્ણયક્ષમતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ આ સન્માન આપવામાં આવ્યું.
77th #RepublicDay🇮🇳 | Indian astronaut IAF Group Captain Shubhanshu Shukla conferred with India's highest peacetime gallantry award, the Ashoka Chakra
(Source: DD) pic.twitter.com/Hhx0YuLKms
— ANI (@ANI) January 26, 2026
પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને મુખ્ય મહેમાનો—યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન—સાથે કર્તવ્ય પથ પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું આત્મીય સ્વાગત કર્યું. તે પહેલાં પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જ્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.
#RepublicDay2026: Prime Minister Narendra Modi leads the nation in paying homage to the fallen soldiers at the National War Memorial #RepublicDayCelebration🇮🇳
(Source: DD) pic.twitter.com/Nv1DgEvNnN
— ANI (@ANI) January 26, 2026
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ રાષ્ટ્રીય પર્વ ભારતના ગૌરવનું પ્રતીક છે અને તે સૌના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ ભરે, સાથે જ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે.
Best wishes on Republic Day.
May this occasion add renewed energy and enthusiasm in our collective resolve to build a Viksit Bharat.
— Narendra Modi (@narendramodi) January 26, 2026
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel