આજે 26 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વાવ–થરાદ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
#WATCH | Gujarat Governor Acharya Devvrat unfurls the national flag at the #RepublicDayCelebration in Tharad, Banaskantha. CM Bhupendra Patel also attends the celebrations here. pic.twitter.com/Yf78445Je8
— ANI (@ANI) January 26, 2026
ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું અને તે સમારોહનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. આ પ્રસંગે ગુજરાત પોલીસના અંદાજે 1600 જવાનોએ 22 પ્લાટુનમાં વિભાજિત થઈ શિસ્તબદ્ધ અને ગૌરવભેર પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી, જેને ઉપસ્થિત જનસમૂહે ઉચ્છાહપૂર્વક વધાવ્યો હતો.
LIVE: વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/ctrhbkwNhz
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 26, 2026
પ્રજાસત્તાક દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે 77મા પ્રજાસત્તાક પર્વે તેઓ દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના મજબૂત પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન કરે છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત @ 2047ના લક્ષ્ય તરફ દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે અને આ યાત્રામાં સૌએ એકતા, સમરસતા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરી ભારતને વિશ્વના શિખર સ્થાને પહોંચાડવા માટે સહભાગી બનવું જોઈએ.
સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ.
આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત @ 2047' ના લક્ષ્ય તરફ… pic.twitter.com/Q4MDT5O83E
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 26, 2026
આ તરફ અમદાવાદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ, GRD અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ટુકડીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. સાથે જ આ વર્ષે કુલ 14 ભવ્ય ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 10 ઝાંખીઓ વિવિધ સરકારી વિભાગોની વિકાસયાત્રા દર્શાવતી હતી જ્યારે 4 ઝાંખીઓ પોલીસ વિભાગની કામગીરી, સેવા અને સુરક્ષા પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ રજૂ કરતી હતી. સમગ્ર રાજ્યમાં યોજાયેલા આ કાર્યક્રમોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ગૌરવસભર અને સ્મરણિય બનાવી દીધી હતી.
Live: પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/lAQX9vVDQZ
— Harsh Sanghavi (@sanghaviharsh) January 26, 2026
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel