પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇરાનને લઈને એક ચોંકાવનારો ઇન્ટેલિજન્સ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર મોજતબા ખામનેઈ, જેમને ઇરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે, તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને હાલ કોમ શહેરમાં સારવાર હેઠળ છે.
ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં શું દાવો?
યુકેના અખબાર ધ ટાઈમ્સ યુકેના રિપોર્ટ મુજબ, અમેરિકન અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા એક ઇન્ટેલિજન્સ મેમોમાં આ દાવાઓ કરવામાં આવ્યા છે. આ માહિતી ગલ્ફ દેશોના સાથીઓ સાથે પણ શેર કરવામાં આવી હોવાનું કહેવાય છે.
રિપોર્ટ મુજબ:
- મોજતબા ખામનેઈ હાલ બેભાન સ્થિતિમાં છે
- તેમની હાલત અત્યંત ગંભીર છે
- તેઓ કોઈપણ નિર્ણય લેવામાં અસમર્થ છે
- તેમની સ્થિતિ લકવા જેવી હોવાનું કહેવાય છે
કોમ શહેરમાં સારવાર હેઠળ
રિપોર્ટમાં પહેલીવાર તેમના લોકેશનનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. જણાવ્યા મુજબ, તેઓ ઇરાનના ધાર્મિક મહત્વ ધરાવતા શહેર કોમામાં સારવાર લઈ રહ્યા છે.
વિરોધાભાસી અહેવાલો
મોજતબા ખામનેઈના આરોગ્ય અંગે જુદા જુદા અહેવાલો સામે આવી રહ્યા છે:
- કેટલાક અમેરિકી અહેવાલો મુજબ તેઓ કોમામાં છે
- બ્રિટિશ ટેબલોઇડ ‘ધ સન’એ દાવો કર્યો હતો કે હુમલામાં તેમણે એક હાથ અને એક પગ ગુમાવ્યો છે
- બીજી તરફ, ઇરાની અધિકારીઓએ આ દાવાઓને નકારી કાઢ્યા છે
ઇરાન સરકારનું નિવેદન
ઇરાન સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે દેશનું નેતૃત્વ સંપૂર્ણ રીતે સ્થિર છે અને નવા સર્વોચ્ચ નેતા કાર્યરત છે. તેમ છતાં, મોજતબા ખામનેઈની જાહેરમાં ગેરહાજરીને કારણે શંકાઓ વધતી જાય છે.
જાહેર ઉપસ્થિતિનો અભાવ
પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદથી:
- મોજતબા ખામનેઈ જાહેરમાં દેખાયા નથી
- તેમના સંદેશાઓ માત્ર સરકારી મીડિયા દ્વારા જ પ્રસારીત થાય છે
આ પરિસ્થિતિએ તેમની તબિયત અંગેના દાવાઓને વધુ બળ આપ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel