રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, રાજકીય મોભીઓ વિદ્વાનો વગેરે ગુજરાતના જ રહ્યાં છે.
જાણીતાં સમાજસેવી કલાકાર અને પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં ગુજરાતીઓને અભણ કહેનાર રાષ્ટ્રીય કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેને એક નિવેદન દ્વારા સણસણતો જવાબ આપ્યો છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે.!
કોંગ્રેસના નેતાને જગદીશ ત્રિવેદીએ બરાબર પાઠ ભણાવ્યો છે અને અભણ ગુજરાતની સાક્ષર સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રની વિભૂતિઓ ગાંધીજી, સરદાર પટેલ અને રાષ્ટ્રને પ્રથમ રાજ્ય સોંપનાર કૃષ્ણકુમારસિંહજી સાથે અન્ય રજવાડાના રાજાઓ પુરા શિક્ષિત હતા, વિદેશમાં અભ્યાસ કરી ચૂક્યા હતા. વર્તમાન વૈશ્વિક ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી કે આપણાં વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ તેમજ સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, સુંદરમ, ઉમાશંકર જોષી સહિત લોકકલાકારો અને અનેક વિદ્વાનો ગુજરાતે આપ્યા છે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, રાજકીય મોભીઓ વિદ્વાનો વગેરે ગુજરાતના જ રહ્યાં છે. પોતે પણ ગુજરાતી હોવાનું ગૌરવ જણાવ્યું છે.
જગદીશ ત્રિવેદીએ ગુજરાતની શિક્ષણ સંસ્થાઓનો ઉલ્લેખ કરી દરેક જિલ્લામાં લગભગ બે બે વિશ્વવિદ્યાલયો કાર્યરત છે, તો શિક્ષણ ક્યાં ન દેખાયું? તેમ પ્રહાર કર્યો છે.
ગુજરાતની સાક્ષરતા સામે આવું કહેનાર કોંગ્રેસી નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેને જગદીશ ત્રિવેદીએ તો ટકોર પણ કરી કે, આપ તો અંગ્રેજી લખેલું પણ બરાબર વાંચી શકતાં નથી, જ્યારે ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં પણ સડસડાટ પોતાની વાત અંગ્રેજીમાં કરી રહ્યાં છે.
આમ, ગુજરાત અને ગુજરાતીઓના શિક્ષણ સંદર્ભે અભણ હોવાની ટીકા કરનાર નેતાને આપણાં લોકકલાકાર વિદ્વાન વક્તા જગદીશ ત્રિવેદીએ સણસણતો જવાબ પાઠવ્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel