જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થયેલું આ ઓપરેશન બુધવારે (4 ફેબ્રુઆરી) બપોરે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ કાર્યવાહીમાં જૈશનો ટોપ કમાન્ડર અબુ માવિ (Abu Mavi) પણ ઠાર થયો છે, જે લાંબા સમયથી જમ્મુ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંચાલિત કરી રહ્યો હતો.
जम्मू कश्मीर से बड़ी खबर!
दो इस्लामी आतंकी 72 हूरों के पास पहुंचाए गए।
उधमपुर के बसंतगढ़ में छिपे थे आतंकी, सुरक्षाबलों ने घेरकर किया एनकाउंटर।#UdhampurEncounter #Basantgarh #Jaish #TerroristsNeutralized #JammuKashmir
[ Udhampur, Basantgarh, encounter, Jaish, terrorists ] pic.twitter.com/fWcQ970bUa
— One India News (@oneindianewscom) February 4, 2026
ગુપ્ત માહિતીના આધારે ઘેરાબંધી, જંગલમાં છુપાયા હતા આતંકી
અહેવાલો અનુસાર, ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ (White Knight Corps), જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા એજન્સીઓને ગુપ્ત માહિતી મળી હતી કે આતંકીઓ રામનગરના જોફડ-માર્તા જંગલ વિસ્તારમાં છુપાયા છે. આ આધારે આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
આતંકીઓ જંગલની અંદર આવેલી એક ગુફામાં છુપાયા હતા. મંગળવારે સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે પ્રથમ સંપર્ક થયો હતો, જે બાદ આતંકીઓએ અંધારાનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો અને ભારે ફાયરિંગ શરૂ કર્યું.
#WATCH | Udhampur, J&K | Security Forces conduct cordon & search operation in Jophar Ramnagar
(Visuals deferred by unspecified time; no live operational details disclosed) pic.twitter.com/FIQFJU4iOp
— ANI (@ANI) February 4, 2026
આખી રાત ડ્રોન અને ડોગ સ્ક્વોડથી સર્ચ, વહેલી સવારે અંતિમ કાર્યવાહી
આતંકીઓ ભાગી ન જાય તે માટે સુરક્ષા દળોએ આખી રાત વિસ્તારમાં ડ્રોન અને ડોગ સ્ક્વોડ દ્વારા કડક નજર રાખી હતી. બુધવારે વહેલી સવારે સેનાએ અંતિમ કાર્યવાહી શરૂ કરી, જેમાં બંને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ ભારે સતર્કતા દાખવી અને કોઈપણ પ્રકારનું કોલેટરલ ડેમેજ ટાળ્યું.
હથિયારો, વિસ્ફોટક અને દારૂગોળો જપ્ત
એન્કાઉન્ટર સ્થળ પરથી આતંકીઓ પાસે રહેલા આધુનિક હથિયારો, મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ આતંકીઓ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા.
ટોપ કમાન્ડર અબુ માવિનો સફાયો, JeMને મોટો ફટકો
સૂત્રોના જણાવ્યા અનુસાર, અબુ માવિ પાકિસ્તાની નાગરિક હતો અને જમ્મુ ડિવિઝનમાં જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક મજબૂત કરવાનો જવાબદાર હતો. તેના મોતને JeM માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બીજા ઠાર થયેલા આતંકીની ઓળખ ‘ઝુબેર’ તરીકે કરવામાં આવી રહી છે.
જમ્મુ વિસ્તારમાં આતંકવાદ સામે સુરક્ષા દળોની મોટી સફળતા
આ ઓપરેશનથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ખતરાને નાબૂદ કરવા માટે સતત સક્રિય છે. ટોપ કમાન્ડરના સફાયા બાદ વિસ્તારમાં આતંકી નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે અને આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel