click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો
Gujarat

મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો

બિહાર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ મુંગેર વિધાનસભા મતવિસ્તારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. જનસૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડી લીધો છે.

Last updated: 2025/11/05 at 3:28 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનથી એક દિવસ પહેલાજ મુંગેર વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે. જનસૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહએ બુધવારે અચાનક નિર્ણય લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડી લીધો છે. તેઓ NDAના ઉમેદવાર કુમાર પ્રણયની હાજરીમાં ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. તેમના આ પગલાંએ માત્ર મુંગેર જ નહીં, પરંતુ સમગ્ર બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જી દીધો છે.

સંજય કુમાર સિંહે ભાજપમાં જોડાતા જણાવ્યું કે, “હું રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ રાખું છું. NDAની સરકારોએ છેલ્લા કેટલાંક વર્ષોમાં જે કામ કર્યું છે તે જનહિતમાં છે. આ જ વિચારધારાને આગળ ધપાવવા માટે મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.” સાથે જ તેમણે મુંગેરના NDA ઉમેદવાર કુમાર પ્રણયને ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત પણ કરી છે.

ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયએ સંજય કુમાર સિંહનું સ્વાગત કરતા કહ્યું કે, “તેમના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે અને મુંગેરમાં NDAનો વિજય હવે નિશ્ચિત છે.” તેમણે ઉમેર્યું કે સંજય સિંહ જેવા અનુભવી નેતા અને ક્ષેત્રમાં લોકપ્રિય ચહેરાના જોડાવાથી મતદાતાઓમાં NDA પ્રત્યેનો વિશ્વાસ વધશે.

આ પગલાંથી મુંગેરના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે સંજય કુમાર સિંહનો સ્થાનિક સ્તરે મજબૂત આધાર છે અને તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી વિસ્તારના સામાજિક તથા રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે. તેમનું જનસૂરાજ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવું NDA માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે, ખાસ કરીને મતદાનના એક દિવસ પહેલાં આ પગલું પડવાથી.

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ પક્ષપલટાથી મુંગેરમાં NDAને સીધો લાભ થઈ શકે છે, જ્યારે વિરોધી ગઠબંધન માટે આ એક ઝટકો છે. હવે જોવું એ રહ્યું કે મતદાતાઓ આ નવી રાજકીય ચાલને કેવી રીતે સ્વીકારશે અને તેના પરિણામો ચૂંટણીમાં કેવી રીતે દેખાશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bihar, bihar election 2025, bihar election news, BJP, bjp government, Breaking news, CM Gujarat, gujarati news, Jansuraj Party, Narendra Modi, NDA, news channel in india, oneindianews, oneindianewsgujarat, Prashant Kishor, Sanjay Kumar, topnews, topnewschannelinindia, કુમાર પ્રણય, જનસૂરાજ પાર્ટી, બિહાર વિધાનસભા ચૂંટણી, ભાજપ, ભારતીય જનતા પાર્ટી, સંજય કુમાર સિંહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
Next Article પાકિસ્તાનમાં હાહાકાર મચાવનાર ભારતીય મિસાઈલ હવે સૌથી મોટા મુસ્લિમ દેશને વેચાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?