ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ પોતાના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે નવી ભરતીની જાહેરાત કરી છે, જે એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ ભરતી હેઠળ કુલ 950 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં વાયરલેસ વિભાગ માટે 830 અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે 80 જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ભરતી માટે અરજીઓ ઓનલાઈન OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) દ્વારા 9 જાન્યુઆરી, 2026ના બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને 28 જાન્યુઆરી, 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI – વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) જેવી વિવિધ પોસ્ટ માટે હાથ ધરવામાં આવી રહી છે.
વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર માટે લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech (એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી) હોવી જરૂરી છે, જેમાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (EC), ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT), ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT), તેમજ કમ્પ્યુટર એન્જિનિયરિંગ/કમ્પ્યુટર સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થાય છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર – મોટર ટ્રાન્સપોર્ટ માટે ઉમેદવાર પાસે ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech ડિગ્રી હોવી જરૂરી છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) પદ માટે લાયકાત ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવવી જરૂરી છે. આ ભરતી દ્વારા ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં મજબૂત અને કૌશલ્યસભર સ્ટાફની પૂર્તિ કરવામાં આવવાની છે, જે તંત્રની કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ રહેશે.
| વાયરલેસ વિભાગ (કુલ: 830 જગ્યાઓ) | ||
| જાહેરાત ક્રમાંક નં. | પોસ્ટનું નામ | જગ્યાઓ |
| GPRB/202526/2 | પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) | 172 |
| – | ટેકનિકલ ઓપરેટર | 698 |
| કુલ | 870 | |
| મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (કુલ: 80 જગ્યાઓ) | ||
| જાહેરાત ક્રમાંક નં. | પોસ્ટનું નામ | જગ્યાઓ |
| GPRB/202526/3 | પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) | 35 |
| GPRB/202526/4 | હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) | 45 |
| કુલ | 80 | |
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel