Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના

શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને 22 કિલોમીટર અને હિંમતનગર નેશનલ હાઇવે 48 ગાંભોઈથી માત્ર સાત કિમીના અંતરે મા આશાપુરી બિરાજમાન છે. હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગિરમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય સાથે 800 વર્ષ જૂનું આશાપુરી માનું મંદિર આવેલું છે. વર્ષો પહેલા સ્થાપિત થયેલું આ મંદિર ત્રણ ગામની વચ્ચે આવેલું છે.

હિંમતપુર ગામના ડોક્ટર જગન્નાથ નામના વ્યક્તિને મા આશાપુરીએ સ્વપ્નમાં આવી સ્થાનિક જગ્યાએ પ્રગટ થવાની વાત કરી હતી. લોકો પોતાના પર વિશ્વાસ કેમ કરશે તે શંકા ડોકટરે માતાજી સમક્ષ વ્યક્ત કરતા માતાજી હિંમતપુરના ત્રણ ગામના આગેવાન ગણાતા મૂખીના સ્વપ્નમાં પણ આવ્યા હતા અને સ્થાનિક લોકોને આ વાતની જાણ કરી પછી આ મંદિરનું નિર્માણ થયું હતુ. હજારો લોકો મા આશાપુરીના નિયમિત દર્શને આવે છે. શ્રદ્ધા તેમજ ભક્તિના અનોખા સંયોગના પગલે અહીં આવનારા દરેક વ્યક્તિને મા આશાપુરીના હજારો પરચા મળતા રહે છે. કેટલાય વર્ષોથી નિયમિતપણે મા આશાપુરી મંદિરે આવનારા ભક્તોની દરેક આશા પૂરી થતા ભાવિકોને મા પર અતૂટ શ્રદ્ધા છે.

હિંમતપુરની આજુબાજુના ગામોમાં વસતા લોકોની આસ્થાનું કેન્દ્ર છે મા આશાપુરીધામ. આમ તો સામાન્ય રીતે જગતજનની મા જગદંબા વિવિધ સ્વરૂપે પૃથ્વી ઉપર વિચરણ કરે છે જોકે આજે પણ કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં માં જગદંબા પ્રગટ સ્વરૂપે કેટલાય લોકોના દુઃખ દર્દ તેમજ સમસ્યાઓનું નિરાકરણ કરતા હોય છે. સાથોસાથ શ્રદ્ધા તેમજ ભક્તિથી મંદિરની મુલાકાત લેનારા લોકોની તમામ આશાઓ મા આશાપુરી થકી પૂરી થાય છે. જેના પગલે કેટલાય ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા હજારો કિલોમીટર દૂરથી આશાપુરી મંદિરે આવે છે. અને મા આશાપુરીના દર્શનથી કૃતજ્ઞતા અનુભવે છે.
ગ્રામવાસીઓ પોતાના પશુઓને કોઈપણ બિમારી હોય ત્યારે પણ દવા સાથે માતાજીની બાધા પણ રાખે છે અને માતાજીના આશીર્વાદથી તેમના પશુઓને પણ રક્ષણ મળે છે ખાસ કરીને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આશાપુરી મા ના મંદિરે આવતા ભક્તજન પોતાના જીવનમાં આવતી દરેક વિપત્તિમાંથી છુટકારો મેળવે છે. સંતાન પ્રાપ્તિ, નોકરી અને લગ્નજીવન માટે મા આશાપુરી શરણે અનેક ભાવિકો આવે છે અને માતાજીના આશીર્વાદથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે.

કચ્છમાં આવેલા માતાના મઢ મા આશાપુરાના મંદિરે ના જઈ શકતા ભાવિકો હિંમતપુરના મંદિરે આવી કચ્છમાં માતાજીના દર્શન કર્યાનો સંતોષ માને છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.