ગુજરાતમાં તમામ ધર્મ, મજહબ અને સમુદાયો માટે કાયદાકીય સમાનતા લાવવા રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ લગ્ન, છૂટાછેડા, નોંધણી અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ માટે એકસરખા નિયમો લાગુ કરવાના છે, જેથી તમામ નાગરિકોને સમાન કાયદો લાગુ પડે.
સરકારે આ માટે રચેલી સમિતિએ તાજેતરમાં પોતાનો અંતિમ ડ્રાફ્ટ ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. આ ડ્રાફ્ટના આધારે બિલ તૈયાર કરીને રાજ્ય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ વિધાનસભાના ચાલુ સત્રમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ચર્ચા બાદ તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે.
ડ્રાફ્ટ મુજબ, લગ્ન અને છૂટાછેડા ઉપરાંત તેની નોંધણી અને વારસાગત હક્કો માટે પણ વિગતવાર નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ કોડ લાગુ થયા પછી તમામ સમુદાયો માટે એકસરખા નિયમો લાગુ પડશે, જે અત્યાર સુધી અલગ-અલગ પર્સનલ લૉ હેઠળ ચાલતા હતા.
આ પ્રસ્તાવિત કાયદામાં લગ્ન માટે પ્રતિબંધિત સંબંધોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ યાદીઓમાં કુલ 37 સંબંધોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં નજીકના સગા સંબંધો વચ્ચે લગ્ન અથવા નિકાહ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિયમો લાગુ થયા પછી આવા સંબંધોમાં લગ્ન કાયદેસર માનવામાં આવશે નહીં.
| ક્રમ | કોઈ પણ પુરુષ આ મહિલા સાથે લગ્ન કરી શકશે નહીં. | કોઈ પણ મહિલા આ પુરુષ સાથે લગ્ન કરી શકશે નહીં. |
| 1 | માતા | પિતા |
| 2 | પિતાની વિધવા (સાવકી માતા) | માતાનો પતિ (સાવકા પિતા) |
| 3 | માતાની માતા | પિતાના પિતા |
| 4 | માતાના પિતાની વિધવા (સાવકી નાની) | પિતાની માતાનો પતિ (સાવકા દાદા) |
| 5 | માતાની માતાની માતા | પિતાના પિતાના પિતા |
| 6 | માતાની માતાના પિતાની વિધવા (સાવકી પરનાની) | પિતાના પિતાની માતાનો પતિ (સાવકા પરદાદા) |
| 7 | માતાના પિતાની માતા | પિતાની માતાના પિતા |
| 8 | માતાના પિતાના પિતાની વિધવા (સાવકી પરનાની) | પિતાની માતાની માતાનો પતિ (સાવકા પરદાદા) |
| 9 | પિતાની માતા | માતાના પિતા |
| 10 | પિતાના પિતાની વિધવા (સાવકી દાદી) | માતાની માતાના પતિ (સાવકા દાદા) |
| 11 | પિતાની માતાની માતા | માતાના પિતાના પિતા |
| 12 | પિતાની માતાના પિતાની વિધવા (સાવકી પરદાદી) | માતાના પિતાના માતાના પતિ (સાવકા પરદાદા) |
| 13 | પિતાના પિતાની માતા | માતાની માતાના પિતા |
| 14 | પિતાના પિતાના પિતાની વિધવા (સાવકી પરદાદી) | માતાની માતાની માતાના પતિ (સાવકા પરદાદા) |
| 15 | પુત્રી | પુત્ર |
| 16 | પુત્રની વિધવા | પુત્રીનો પાટી |
| 17 | પુત્રીની પુત્રી | પુત્રનો પુત્ર |
| 18 | પુત્રીના પુત્રની વિધવા | પુત્રની પુત્રીનો પતિ |
| 19 | પુત્રની પુત્રી | પુત્રીનો પુત્ર |
| 20 | પુત્રના પુત્રની વિધવા | પુત્રીની પુત્રીનો પતિ |
| 21 | પુત્રીની પુત્રીની પુત્રી | પુત્રના પુત્રનો પુત્ર |
| 22 | પુત્રીની પુત્રીના પુત્રની વિધવા | પુત્રના પુત્રની પુત્રીનો પતિ |
| 23 | પુત્રીના પુત્રની પુત્રી | પુત્રની પુત્રીનો પુત્ર |
| 24 | પુત્રીના પુત્રના પુત્રની વિધવા | પુત્રની પુત્રીની પુત્રીનો પતિ |
| 25 | પુત્રની પુત્રીની પુત્રી | પુત્રીના પુત્રનો પુત્ર |
| 26 | પુત્રની પુત્રીના પુત્રની વિધવા | પુત્રીના પુત્રનો પુત્રીનો પતિ |
| 27 | પુત્રના પુત્રની પુત્રી | પુત્રીનો પુત્રીનો પુત્ર |
| 28 | પુત્રના પુત્રના પુત્રની વિધવા | પુત્રીની પુત્રીને પુત્રીનો પતિ |
| 29 | બહેન | ભાઈ |
| 30 | બહેનની પુત્રી | ભાઈનો પુત્ર |
| 31 | ભાઈની પુત્રી | બહેનનો પુત્ર |
| 32 | માતાની બહેન | માતાનો ભાઈ |
| 33 | પિતાની બહેન | પિતાનો ભાઈ |
| 34 | પિતાના ભાઈની પુત્રી | પિતાના ભાઈનો પુત્ર |
| 35 | પિતાની બહેનની પુત્રી | પિતાની બહેનનો પુત્ર |
| 36 | માતાની બહેનની પુત્રી | માતાની બહેનનો પુત્ર |
| 37 | માતાના ભાઈની પુત્રી | માતાના ભાઈનો પુત્ર |
હાલમાં આ બિલ ડ્રાફ્ટના સ્વરૂપમાં છે. વિધાનસભામાં પસાર થયા બાદ અને રાજ્યપાલના હસ્તાક્ષર મળ્યા પછી જ તે સત્તાવાર કાયદો બનશે. આ કાયદો લાગુ થતાં રાજ્યમાં કાનૂની વ્યવસ્થામાં એક મોટો પરિવર્તન જોવા મળશે, જે સમાજમાં સમાનતા અને પારદર્શિતા લાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel