Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

સવાર કે સાંજ? કયા સમયે જોગિંગ કરવું સ્વાસ્થ્ય માટે છે સૌથી બેસ્ટ, જાણો ફાયદા

સવાર કે સાંજ? કયા સમયે જોગિંગ કરવું સ્વાસ્થ્ય માટે છે સૌથી બેસ્ટ, જાણો ફાયદા

દરરોજ નિયમથી જોગિંગ કરવું તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. જોગિંગ કરવાથી તમારી ફિઝિકલ હેલ્થની સાથે સાથે પોતાની મેન્ટલ હેલ્થ પણ ખૂબ જ ઈમ્પ્રૂવ થઈ શકે છે. તમને પોતાની ફિટનેસ બનાવી રાખવા માટે જોગિંગને પોતાના ડેલી રૂટીનમાં શામેલ કરવું જોઈએ.

કયો સમય વધારે સારો?

આમ તો સવારે અને સાંજે કોઈ પણ સમયે તમે જોગિંગ કરી શકો છો. પરંતુ જો તમે જોગિંગથી મળતા ફાયદાનો લાભ લેવા માંગો છો તો સવારનો સમય જોગિંગ કરવા માટે બેસ્ટ છે. ઉનાળાના સમયમાં સાંજે જોગિંગ કરવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માટે તમારે સવારે જોગિંગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મળશે આ ફાયદા

સ્થૂળતાથી છુટકારો

સવારના સમયે વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તમારૂ મગજ જોગિંગ બાદ વધારે રિફ્રેશ રહે છે. સવારના સમયે જોગિંગ કરવાથી તમારૂ મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે જે તમારા વેટને મેઈન્ટેઈન કરવામાં મદદગાર સાબિત થશે. એટલે કે જોગિંગ કરી તમે સ્થૂળતાથી છુટકારો મેળવી શકો છો.

હાર્ટ અને લંગ્સ હેલ્થ

આ ઉપરાંત જોગિંગ કરવું તમારા હાર્ટ અને લંગ્સ હેલ્થ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીને પણ મોટાભાગે જોગિંગ કરવાની સલાહ આપવામાં આવે છે. જોગિંગ કરવાથી તમારા મસલ્સ અને બોન્સ પણ મજબૂત થાય છે.

સાંજના સમયે આ વાતોનું રાખો ધ્યાન

સાંદના સમયે તમારી બોડી થાકી જાય છે. માટે જો તમે સાંજે જોગિંગ કરવાનો સમય કાઠી શકો છો તો તમારે અમુક ભુલોને રિપીટ કરવાથી બચવું જોઈએ. સાંજના સમયે તમને ખૂબ જ વધારે જોગિંગ કરવાથી બચવું જોઈએ. ઉનાળામાં સાંજનો તાપ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. માટે તાપ જતો રહે ત્યાર બાદ જ જોગિંગ કરો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.