ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતામાં મોટો વધારો થયો છે. સોમવાર (24 નવેમ્બર)ના રોજ નૌકાદળના પ્રથમ એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) જહાજ INS માહેને સત્તાવાર રીતે કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં વિશેષ સમારોહ દરમિયાન જહાજનું કમિશનિંગ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ભારતની ‘આત્મનિર્ભર’ રક્ષા ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે અને દેશની સમુદ્રી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે.
#WATCH | Mumbai | INS Mahe commissioned by COAS General Upendra Dwivedi into the Indian Navy
The commissioning of Mahe marks the arrival of a new generation of indigenous shallow-water combatants – sleek, swift, and resolutely Indian. With over 80% indigenous content, the… pic.twitter.com/RxyiXpohHg
— ANI (@ANI) November 24, 2025
INS માહે માહે-ક્લાસનું પહેલું યુદ્ધ જહાજ છે અને તેને દુશ્મન સબમરીન માટે એક ‘સાયલન્ટ હન્ટર’ ગણવામાં આવે છે. આ યુદ્ધ જહાજનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જહાજની ડિઝાઇનથી લઈને ટેકનોલોજી અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન સુધી—બધું જ ભારતની વધતી ટેક્નોલોજીકલ શક્તિ અને શિપબિલ્ડિંગ કુશળતાને દર્શાવે છે. નૌકાદળે જણાવ્યું છે કે INS માહેનું ઓપરેશનલ થવું ભારતની દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોને વધુ મજબૂત બનાવશે.
78 મીટર લાંબું આ આધુનિક જહાજ ખાસ કરીને છીછરા પાણીવાળા દરિયાકિનારાના વિસ્તારોમાં સબમરીન હન્ટિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં ઉચ્ચ કક્ષાની સોનાર ટેકનોલોજી, એન્ટી-સબમરીન હથિયારો અને સરવેલન્સ સિસ્ટમો લગાવવામાં આવી છે, જે તેને દુશ્મન સબમરીનને શોધવાની, ટ્રેક કરવાની અને નષ્ટ કરવાની સક્ષમતા આપે છે. એકસાથે ઘણા મિશન સમગ્ર કરવાની ક્ષમતા ધરાવતા INS માહે ભારતીય નૌકાદળની પશ્ચિમ કમાન્ડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને અરબી સમુદ્રમાં સુરક્ષા ચક્રને વધુ મજબૂત બનાવશે. INS માહેના કમિશનિંગ સાથે ભારતની નવી ઊંચાઈએ પહોંચી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom