ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર માટે મહત્વના વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોન્ફરન્સિંગ દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસના અત્યાધુનિક ‘ઇન્ફિનિટી કેમ્પસ’નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે કંપનીના પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-I’નું પણ અનાવરણ કર્યું, જે ઉપગ્રહોને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.
PMO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, PM મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતીય ખાનગી ક્ષેત્રની વધી રહેલી ભૂમિકા અને ક્ષમતાઓની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ભારત આજે અવકાશ ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પરિવર્તનના યુગમાંથી પસાર થઈ રહ્યું છે અને ખાનગી કંપનીઓનું યોગદાન હવે સમગ્ર અવકાશ ઇકોસિસ્ટમને નવી દિશા આપી રહ્યું છે. તેમના શબ્દોમાં, સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ “નવિનતા, નવી વિચારસરણી અને યુવા શક્તિનું પ્રતિબિંબ છે,” જે ભારતને વૈશ્વિક અંતરિક્ષ સ્પર્ધામાં મજબૂત સ્થાન અપાવવામાં મદદ કરશે.
#WATCH | At the inauguration of Indian space startup Skyroot’s Infinity Campus, PM Modi says, "India's space journey started with limited resources. But our aspirations were never limited. There was a time when parts of a rocket were carried on a cycle. And today, with the… pic.twitter.com/40UTqpvkwq
— ANI (@ANI) November 27, 2025
સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ નવીનતા, સંશોધન અને ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનશે. લગભગ 200,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ આધુનિક સુપર-ફેસિલિટી મલ્ટી-લોન્ચ વાહનોની ડિઝાઇન, વિકાસ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ટિગ્રેશન અને પરીક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. આ કેમ્પસની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષમતા એ છે કે તે દર મહિને એક સંપૂર્ણ ઓર્બિટલ રોકેટનું ઉત્પાદન કરી શકે છે, જે ભારતની વધતી વાણિજ્યિક અવકાશ જરૂરિયાતો અને ખાનગી લોન્ચ માર્કેટ માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.
સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો પવન ચંદના અને ભરત ઢાકા, તેમજ IITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. ખાનગી અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતમાં માર્ગદર્શક ભૂમિકા ભજવનારી આ કંપનીએ નવેમ્બર 2022માં ઇતિહાસ રચ્યો, જ્યારે તેના સબ-ઓર્બિટલ લોન્ચ વાહન ‘વિક્રમ-એસ’ ને સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું. આ લોન્ચ સાથે સ્કાયરૂટ ભારતની પહેલી ખાનગી કંપની બની, જેને સ્વતંત્ર રીતે રોકેટ અવકાશમાં મોકલવાનો ગૌરવ પ્રાપ્ત થયો. હવે ‘વિક્રમ-I’ ઓર્બિટલ રોકેટનું અનાવરણ સ્કાયરૂટને નવી ઊંચાઈઓ તરફ લઈ જતું પગલું સાબિત થશે અને ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel