Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન

BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન શુક્રવારે પીએમ મોદી બેંગકોકમાં મ્યાનમારના વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લેઇંગને પણ મળ્યા હતા.

 

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાત વિશે પોસ્ટ કરી અને કહ્યું, “બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન મ્યાનમારના સિનિયર જનરલ મીન આંગ હ્લેઇંગને મળ્યા. તાજેતરના ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર ફરી એકવાર શોક વ્યક્ત કર્યો. ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમે ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ, માળખાગત વિકાસ અને અન્ય ક્ષેત્રો પર પણ ચર્ચા કરી.”

​ગયા અઠવાડિયે શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 3,000 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘાયલ થયા છે. ભૂકંપને કારણે બિલ્ડિંગો, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે, અને અનેક લોકો આશરો, ખોરાક અને પાણી વગર રહ્યા છે. ​

આ મુશ્કેલ સમયમાં, ભારત સહિતના દેશોએ મ્યાનમારને રાહત સામગ્રી અને મદદ પહોંચાડી છે. યુનાઇટેડ નેશન્સના અધિકારીઓએ પણ તાત્કાલિક મદદ અને ભવિષ્યમાં આવનારા મોસમને ધ્યાનમાં રાખીને વધુ સહાયની અપીલ કરી છે. ​

મ્યાનમારમાં ચાલી રહેલા નાગરિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને, સૈનિક સરકાર અને કેટલાક વિદ્રોહી જૂથોએ તાત્કાલિક ceasefire જાહેર કર્યું છે જેથી રાહત કામગીરીમાં સહજતા આવે. ​

આભૂકંપને કારણે મ્યાનમારમાં માનવતાવાદી સંકટ ઊભું થયું છે, અને આંતરરાષ્ટ્રીય સહાય અને સહકારની જરૂરિયાત છે.

ભૂકંપ પછી પીએમ મોદીએ જનરલ સાથે વાત કરી

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાશક ભૂકંપ પછી એક સંદેશ પોસ્ટ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકો પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે ઉભું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.