રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આપેલા વર્લ્ડ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લે હૃદયથી પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું કે “મોદી દબાણમાં ઝૂકનારા માણસ નથી,” અને તેમના નેતૃત્વની હિંમત, સ્થિરતા અને સ્વતંત્ર નીતિ-નિર્માણની ક્ષમતા તેમને વિશેષ બનાવે છે. પુતિને વધુમાં ઉમેર્યું કે ભારત ખૂબ ભાગ્યશાળી છે કે તેના પાસે નરેન્દ્ર મોદી જેવા મજબૂત અને દૃઢનિશ્ચયી નેતા છે, જે દેશની પ્રગતિ અને સ્વાભિમાન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ભારત-રશિયા વચ્ચેની દાયકાઓ જૂની ઐતિહાસિક મિત્રતા, વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર વિશ્વાસને પણ યાદ કર્યો.
प्रधानमंत्री नरेंद्र मोदी ने रूस के राष्ट्रपति पुतिन को रूसी भाषा में गीता की एक कॉपी भेंट की। गीता की शिक्षाएं दुनिया भर में लाखों लोगों को प्रेरणा देती हैं।
Putin | Modi | India | Russia | Putin Visit India @narendramodi @KremlinRussia_E pic.twitter.com/4y9HuiUyW4
— One India News (@oneindianewscom) December 4, 2025
ભારતમાં પુતિનના સ્વાગત દરમિયાન વડા પ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને વ્યક્તિગત રીતે એરપોર્ટ પર જઈ તેમને આવકાર્યા, જે બંને દેશો વચ્ચેના ખાસ સંબંધને વધુ મજબૂત બનાવે છે. એરપોર્ટથી પ્રધાનમંત્રી આવાસ સુધી બંને નેતાઓ એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા—આ મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં પ્રકાશિત થયેલી ભગવદ્ ગીતા ભેટ કરી, જે ભારતની આધ્યાત્મિક પરંપરાનો વિશેષ સંદેશ આપી રહી છે. મોદીએ આ અંગે X (પૂર્વે Twitter) પર એક પોસ્ટ પણ કરી હતી.
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.@KremlinRussia_E pic.twitter.com/D2zczJXkU2
— Narendra Modi (@narendramodi) December 4, 2025
રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસીય અધિકારિક મુલાકાત પર છે. તેઓ ભારત-રશિયા શિખર સમ્મેલનમાં ભાગ લેશે, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક, રક્ષા સહકાર, ઉર્જા સુરક્ષા અને ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. દ્વિપક્ષીય વાતચીત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો અને સહકારના નવા ક્ષેત્રો પર સહમતિ થવાની શક્યતા છે, જે ભારત અને રશિયા વચ્ચેની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને નવી દિશા આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel