કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપારી જોડાયા છે. ખરીદી પર 35 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. પાટણના પટોળા, બનારસી -સાડી, જયપુરની જવેલરી મળશે.
લગ્નસરાની ખરીદી માટે પણ વિશેષ થીમ તૈયાર કરાઈ છે. વિવિધ વિસ્તારમાં લાઈટિંગ તેમજ સેલ્ફી પોઈન્ટ ઊભા કરાયા છે.
બીજી બાજુ વેપારી મહા સંગઠને જીએસટી કમિશનરને પત્ર લખી માગણી કરી છે કે, ગ્રાહક દુકાનમાં ખરીદી કરવા આવે તો તે ગિફ્ટ કૂપન રાખવા જણાવ્યું છે. ઉપરાંત જે વેપારીઓએ ભાગ લીધો છે તેમને જીએસટીમાં રિફંડ આપવા અને મ્યુનિ. ટેક્સમાં રાહત આપવાની માગણી કરી છે.
‘અર્થ સમિટ 2025’નો સમાપન સમારોહ
ગાંધીનગરમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણીના ભાગરૂપે નાબાર્ડ દ્વારા આયોજિત ‘અર્થ સમિટ 2025’ના સમાપન સમારોહમાં બપોરે 12:00 કલાકે અમિત શાહ ઉપસ્થિતિ આપશે. જે બાદ બપોરે 2:30 કલાકે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર લોકસભામાં તળાવોના ઈન્ટરલિંકિંગ પ્રોજેક્ટ બાબતે મુખ્ય સચિવ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે.
ગાંધીનગરમાં યોગ સ્ટુડિયોનું ઉદ્ઘાટન
જે બાદ બપોરે 3:30 કલાકે અને સાંજે 4:00 કલાકે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના સેક્ટર 22 અને 27 માં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત સાંજે 4:15 કલાકે ખ-6 સર્કલ, રોડ નંબર 6 ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત રેલવે ઓવરબ્રિજ અને તેની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરશે.
આદરજ મોટી ગામે વિકાસકાર્યોનું લોકાર્પણ
સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા આદરજ મોટી, સોનીપુર અને જલુંદ ગામ ખાતે નવી PNG ગેસ લાઈન શરુ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન અમિત શાહ સાંજે 4:30 કલાકે કરશે. આ ઉપરાંત અમિત શાહ આદરજ મોટી ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવીનીકૃત પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાનું ઉદઘાટન પણ કરશે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન
ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5:30 કલાકે અમદાવાદના નારણપુરામાં સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંજે 6:30 કલાકે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન પણ અમિત શાહ કરશે.
અહીં ખાસ વ્યવસ્થા
સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસેના પ્લોટમાં: લગ્નની ખરીદી માટેની વ્યવસ્થા
નિકોલ મોર્ડન સ્ટ્રીટ : સ્વદેશી થીમ આધારીત કપડા, વિશેષ રીતે લગ્ન માટેના કપડા
સી.જી. રોડ : ખાસ કરીને જ્વેલરીની દુકાનોમાં મેકિંગ ચાર્જીસમાં ડિસ્કાઉન્ટ અપાશે.
કાંકરિયા રામબાગ રોડ : ખાણીપીણી બજારથી લઈને વિવિધ દુકાનોમાં ડિસ્કાઉન્ટ.
વસ્ત્રાપુર ગાર્ડન : ખાણીપીણી બજાર તેમજ અન્ય બજારોમાં ડિસ્કાઉન્ટ મળશે. પ્રહલાદનગરની પણ દુકાનો શોપિંગ ફેસ્ટિવલ સાથે જોડાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel