કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘H-ફાઇલ્સ’ પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા અનેક દાવાઓ હવે એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના મુલાના વિધાનસભા વિસ્તારના ધકોલા ગામના એક મતદાન કેન્દ્રમાં 223 એકસરખા નામ નોંધાયેલા છે. રાહુલએ ચૂંટણી પંચને આ મામલે જવાબ માંગ્યો હતો. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે આ દાવો ખોટો હતો — કારણ કે 2024ની ચૂંટણીમાં ધકોલા ગામે ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસને સ્પષ્ટ લીડ મળી હતી. એટલે મત ચોરીનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
અહેવાલ મુજબ, ધકોલાના બુથ 63 અને 64માં કોંગ્રેસે 2019ની તુલનામાં ઘણો સુધારો કર્યો હતો અને ભાજપને પાછળ છોડી હતી. મુલાનાના BLOએ સ્પષ્ટ કર્યું કે 223 વાર રિપીટ થયેલો ફોટો એક ટેકનિકલ ભૂલ હતી, ગેરરીતિ નહીં. BLOએ કહ્યું કે ફોટો બ્રાઝિલની પૂર્વ મોડલ લારિસા નેરીનો હતો, જે ભૂલથી સિસ્ટમમાં ત્રણ વખત રિપીટ થયો હતો, પરંતુ મતદારોની એન્ટ્રી સાચી હતી.
આ ઉપરાંત, રાહુલ ગાંધીના હોડલ અને રાઈ ક્ષેત્રમાં મત ચોરીના દાવા પણ ખોટા સાબિત થયા. હોડલમાં તેમણે દાવો કર્યો કે એક ભાજપ નેતાના ઘરમાં 66 મતદાતા છે અને એક એવા ઘરમાં 501 મતદાતા છે, જે અસ્તિત્વમાં જ નથી. પરંતુ તપાસમાં ખબર પડી કે આ બધા લોકો એક જ પરિવારના સભ્યો છે, જે એક જ જમીન પર અલગ-અલગ મકાનોમાં રહે છે, અને સરનામાંમાં ઘર નંબર 150 સામાન્ય રીતે લખાય છે.
બીજો દાવો ઘર નંબર 265 વિશે હતો, જેમાં પણ રાહુલના આક્ષેપ ખોટા નીકળ્યા. એ સરનામે હવે લગભગ 200 ઘર અને ત્રણ શાળાઓ છે, કારણ કે પૂર્વજોની જમીનને પ્લોટમાં વિભાજિત કરીને વેચી દેવામાં આવી હતી. એટલે આ સરનામે અનેક વોટર આઈડી નોંધાયેલા હોવું સ્વાભાવિક છે.
તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના દાવાઓ તથ્યવિહિન હતા અને તેમણે અડધા સત્યના આધારે ખોટી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel