ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મહારાજ ના નાદ થી સંતરામ દેરી મંદિર પરિસર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે મંદિર ના મહંત સત્ય દાસજી મહારાજ અને સંત નિર્ગુણદાસ સૌ પ્રથમ દીપ જ્યોત પ્રગટાવી દીપોત્સવ ની શરૂઆત કરી હતી, ત્યાર બાદ મંદિરના સંત ગણો તેમજ સ્વયંસેવકોએ પણ સમગ્ર મંદિર પરિસરમાં દીવડા પ્રગટાવી મંદિરને પ્રજ્વલિત કર્યું. આ દરમિયાન સંતરામ દેરી મા ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યુ.
વધુમા નડિયાદના ઉદ્યોગપતિ દેવાંગ પટેલ, સીજે પરિવાર ના ભાવિની બેન , ધારાસભ્ય પંકજ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિ મા દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ, લગભગ હજારોની સંખ્યામાં ભક્તોએ સંતરામ ડેરી ખાતે યોગીરાજ અવધૂત મહારાજના પાદુકાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel