Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

વિદેશી ધરતી પર ફરી રાહુલ ગાંધીની અવળચંડાઈ, ભાજપે ગણાવ્યા ‘લીડર ઑફ પ્રોપગેન્ડા’

વિદેશી ધરતી પર ફરી રાહુલ ગાંધીની અવળચંડાઈ, ભાજપે ગણાવ્યા ‘લીડર ઑફ પ્રોપગેન્ડા’

રાહુલ ગાંધી હાલ જર્મનીની મુલાકાતે છે અને એકવાર ફરી વિદેશી ધરતી પરથી આપેલા તેમના નિવેદનોને લઈને વિવાદ ઉભો થયો છે. બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપને “ભગવા પાર્ટી” કહી સંબોધી અને આરોપ લગાવ્યો કે ભાજપે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો કર્યો છે તથા કેન્દ્રીય એજન્સીઓને પોતાના કબજામાં લઈ લીધી છે. બર્લિનની હર્ટી સ્કૂલમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ તે બંધારણને નબળું પાડવા અથવા ખતમ કરવા માટેના પ્રસ્તાવો લાવી રહી છે, જે બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. તેમણે દાવો કર્યો કે આવા પગલાં બંધારણના મૂળ સિદ્ધાંતોને નષ્ટ કરી દેશે. ભાષણ દરમિયાન એક તરફ તેમણે ભારતીય લોકશાહીને વૈશ્વિક ધરોહર ગણાવી, તો બીજી તરફ ફરીથી ભાજપ પર ગંભીર આરોપો લગાવતા રહ્યા.

રાહુલ ગાંધીના આ નિવેદનો પર ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી છે. ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર ફરી એકવાર ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે અને આમાં કંઈ નવું નથી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે રાહુલ ગાંધીએ હવે પોતાને ‘લીડર ઑફ ઑપોઝિશન’ નહીં પરંતુ ‘લીડર ઑફ પ્રોપગેન્ડા’ કહેવા જોઈએ, કારણ કે વિદેશમાં જઈને ભારતવિરોધી તત્વો સાથે મળવું, ભારતને અસ્થિર કરવાના કાવતરાં રચનારા લોકો સાથે સંપર્ક રાખવો અને પછી ભારત વિરુદ્ધ ભ્રામક વાતો ફેલાવવી એ તેમનું પૂર્ણકાલીન કામ બની ગયું છે.

આ સાથે જ રાહુલ ગાંધીએ જર્મનીમાં રહીને ભારત સરકાર પર ‘વોટચોરી’ના આરોપો પણ લગાવ્યા હતા. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ધાંધલી થઈ હોવાનો દાવો કર્યો અને કહ્યું કે તેમની પાર્ટીએ આ મુદ્દે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી, પરંતુ પંચ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ભાજપે આ તમામ આરોપોને ખોટા અને આધારવિહિન ગણાવીને રાહુલ ગાંધી પર વિદેશમાં જઈને ભારતની લોકશાહી સંસ્થાઓને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.