click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાનો સંકલ્પ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹2006 કરોડની જોગવાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાનો સંકલ્પ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹2006 કરોડની જોગવાઈ
Gujarat

ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાનો સંકલ્પ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹2006 કરોડની જોગવાઈ

ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો.

Last updated: 2026/03/11 at 11:05 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

ગુજરાત સરકાર રાજ્યને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે રમતગમતમાં અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે મોટા પાયે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે આ વર્ષે ₹2006 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકાર ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Contents
SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ બનશે ગુજરાતનું સ્પોર્ટ્સ સેન્ટરકરાઈ અને ભાટમાં મોટા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સખેલ મહાકુંભમાં ખેલાડીઓની સંખ્યા 72 લાખ સુધીસ્કૂલ સ્તરે રમતગમતમાં ગુજરાતનો ડંકોલાઈબ્રેરી અને સાંસ્કૃતિક વિકાસ માટે વિશેષ જોગવાઈવારસો અને લોકકલાને વૈશ્વિક મંચયુવાનોને મેડલમાં બદલવાનો નિર્ધાર

SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ બનશે ગુજરાતનું સ્પોર્ટ્સ સેન્ટર

મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે ₹1,331 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ગુજરાતને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકરમાં ફેલાયેલું ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં 12,000 ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, 24,000 ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને 18,000 બેઠક ક્ષમતાવાળું અત્યાધુનિક ઇન્ડોર એરેના બનાવવામાં આવશે.

કરાઈ અને ભાટમાં મોટા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સ

રાજ્યમાં અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ એકેડેમીમાં 143 એકરમાં 50,000 ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદના ભાટ વિસ્તારમાં 135 એકરમાં 17,500 ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ‘ઓલિમ્પિક ગેમ્સ વિલેજ’ પણ તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પૂર્ણ થયા બાદ આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે, જેથી રાજ્યના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મળી શકે.

ખેલ મહાકુંભમાં ખેલાડીઓની સંખ્યા 72 લાખ સુધી

મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ₹165 કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાતમાં હોકીની રમતને પ્રોત્સાહન આપવા ₹90 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવામાં આવશે. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે 2010માં નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ‘ખેલ મહાકુંભ’માં ખેલાડીઓની સંખ્યા 16.50 લાખથી વધીને 2025-26માં 72 લાખ સુધી પહોંચી છે, જે રાજ્યમાં રમતગમત પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે.

સ્કૂલ સ્તરે રમતગમતમાં ગુજરાતનો ડંકો

રાજ્યમાં ‘ઇન સ્કૂલ’ યોજના હેઠળ 230 શાળાઓમાં 1.29 લાખથી વધુ બાળકોને રમતગમતની તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) માટે દર વર્ષે ₹95 કરોડ ખર્ચ કરીને 5,300થી વધુ બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ ખેલાડીઓએ અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાએ 170 અને રાજ્ય કક્ષાએ 1,938 મેડલ જીત્યા છે. વર્ષ 2024-25ની 68મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ 32 ગોલ્ડ, 31 સિલ્વર અને 54 બ્રોન્ઝ સહિત કુલ 117 મેડલ જીત્યા હતા.

લાઈબ્રેરી અને સાંસ્કૃતિક વિકાસ માટે વિશેષ જોગવાઈ

રાજ્યના યુવાનોના બૌદ્ધિક વિકાસ માટે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે ₹187 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં 12 નવી લાઈબ્રેરી અને 16 સોલાર પાવર આધારિત લાઈબ્રેરી બનાવવામાં આવશે. સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ની રકમ ₹1 લાખથી વધારીને ₹2 લાખ અને ‘યુવા ગૌરવ પુરસ્કાર’ની રકમ ₹51 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.

વારસો અને લોકકલાને વૈશ્વિક મંચ

પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ માટે ₹226 કરોડની જોગવાઈ સાથે કચ્છના વડીમેડી અને પ્રભાસ પાટણના સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. કેવડિયામાં 562 રજવાડાઓની એકતાનું ભવ્ય મ્યુઝિયમ અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત મ્યુઝિયમ પણ વિકસાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે ‘કલા મહાકુંભ’ અને ‘માધવપુર ઘેડનો મેળો’ જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ આપવામાં આવી રહ્યો છે.

યુવાનોને મેડલમાં બદલવાનો નિર્ધાર

મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો હેતુ માત્ર ખેલાડીઓને મેડલ જીતાડવાનો જ નહીં, પરંતુ તેમને સાંસ્કૃતિક ગૌરવ સાથે વિશ્વસ્તરે ચેમ્પિયન તરીકે સ્થાપિત કરવાનો છે. તેમણે ઉમેર્યું કે રજૂ કરાયેલા આ આંકડા માત્ર બજેટ નથી, પરંતુ ગુજરાતના યુવાનોના પરસેવાની કમાણી ને મેડલમાં બદલવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે.

વિધાનસભામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ₹2006 કરોડની અંદાજપત્રિય માગણીઓ પસાર કરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Ahmedabad sports infrastructure, bhupendra patel, Bhupendra Patel Government Sports Budget, Breaking news, CM Gujarat, Government Sports Budget, gujarat, gujarat government, Gujarat Hockey Stadium Project, Gujarat Sports Budget 2026, Gujarat sports infrastructure, Gujarat Youth Policy, Gujarat Youth Sports Development, gujarati news, Indian Sports Development, Khel Mahakumbh, Khel Mahakumbh Gujarat, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, Olympic Village Bhat Ahmedabad, oneindianews, oneindianewsgujarat, Politics, Sports Budget Gujarat, Sports Enclave, SVP, SVP Sports Enclave Ahmedabad, SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ, SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ અમદાવાદ, top news, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એસવીપી, ઓલિમ્પિક વિલેજ ભાટ અમદાવાદ, ખેલ મહાકુંભ, ખેલ મહાકુંભ ગુજરાત, ગુજરાત યુવા નીતિ, ગુજરાત યુવા રમતગમત વિકાસ, ગુજરાત રમતગમત બજેટ 2026, ગુજરાત રમતગમત માળખાગત સુવિધા, ગુજરાત સરકાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુજરાત હોકી સ્ટેડિયમ પ્રોજેક્ટ, ગુજરાતનું સ્પોર્ટ્સ સેન્ટર, ભારતીય રમત વિકાસ, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલ સરકારનું રમતગમત બજેટ, મ્યુઝિયમ વિભાગ, સ્પોર્ટ્સ એન્ક્લેવ, સ્પોર્ટ્સ બજેટ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા
Next Article ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં નવા વૈશ્વિક સમીકરણો : અમેરિકાની રશિયાને ચેતવણી, ઉત્તર કોરિયાનું ઈરાનને સમર્થન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?