શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખેલમહાકુંભ 3.0 (2025-26)માં શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ રૂ. 75,000/– નો પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે.
આ સિદ્ધિ બદલ શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ, ઉપપ્રમુખ સંત શ્રી સત્યદાસજી મહારાજ તથા જેઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિદ્યાલય કાર્યરત છે તેવા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ સાથે શ્રી સંતરામ કેળવણી મંડળના સૌ સભ્યોએ સર્વે ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનો, વિદ્યાલય પરિવારના સૌ પ્રધાન આચાર્યો તથા સૌ આચાર્ય ભાઈ બહેનો ને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel