Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ સ્તરે પહોંચ્યો

ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ સ્તરે પહોંચ્યો

ભારતીય રૂપિયાએ આજે ટ્રેડિંગની શરૂઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડૉલર સામે ફરી એકવાર નવું નીચલું સ્તર સ્પર્શ્યું છે. ગઈકાલના બંધ સ્તર ₹90.19 પ્રતિ ડૉલરની સરખામણીમાં આજે સ્થાનિક ચલણ ₹90.41 પ્રતિ ડૉલર પર ખુલ્યું, એટલે કે શરૂઆતી કારોબારમાં જ રૂપિયા 22 પૈસા નબળો પડ્યો. આ તીવ્ર ઘટાડો ભારતીય ચલણ પર વિદેશી બજારોના દબાણ, મજબૂત ડૉલર અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા જેવી પરિસ્થિતિઓની અસર દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે રૂપિયા પર છેલ્લા કેટલાક દિવસોથી સતત દબાણ જોવા મળી રહ્યું છે, અને આ નબળાઈના મુખ્ય પરિબળોમાં મજબૂત ડૉલર ઇન્ડેક્સ, વિદેશી રોકાણકારોની વેચવાલી (FPI Outflows), ઊંચી ક્રૂડ ઓઇલની કિંમતો અને વૈશ્વિક અનિશ્ચિતતા શામેલ છે. ખાસ કરીને, અમેરિકન અર્થવ્યવસ્થાના તાજા આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાની વધતી અપેક્ષાઓ ડૉલરને મજબૂત બનાવી રહી છે, જેનાથી મોટાભાગની ઊભરતી બજારની કરન્સી નબળી પડી રહી છે અને રૂપિયો પણ આ ચક્ર હેઠળ દબાણમાં છે.

રૂપિયાની આ નબળાઈના ભવિષ્યના દૃશ્યને લઈને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો વિદેશી રોકાણકારો સ્થાનિક ઇક્વિટી અને ડેટ માર્કેટમાંથી પૈસા પાછા ખેંચતા રહેશે, અને જો કાચા તેલની કિંમતો વધુ વધશે, તો રૂપિયા વધુ નબળો થઈ શકે છે અને આગામી દિવસોમાં ₹91 નું સ્તર પણ સ્પર્શી શકે છે. નબળા રૂપિયાના અસર સામાન્ય લોકો પર પણ નોંધાઈ રહી છે, જેમ કે આયાતી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ, કેમેરા, દવાઓ અને સોના જેવી વસ્તુઓ મોંઘી બનશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી અને ખર્ચ વધશે, અને વિદેશ યાત્રા મોંઘી પડશે. જોકે, નિકાસકારો માટે ડૉલરની સામે વધારે રૂપિયા મળતા હોવાથી આ થોડું ફાયદાકારક બની શકે છે.

આ અવસ્થામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સામાન્ય રીતે રૂપિયામાં તીવ્ર ઉતાર-ચઢાવને રોકવા હસ્તક્ષેપ કરે છે. તેમ છતાં આજની નબળાઈ દર્શાવે છે કે બજારમાં દબાણ અત્યંત વધારે છે. નિષ્ણાતો માને છે કે RBI શક્યતા મુજબ સ્પોટ અને ફોરવર્ડ માર્કેટમાં દખલગીરી કરીને રૂપિયાના ઘટાડાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ વૈશ્વિક માળખાકીય દબાણ અને ઊંચી આયાતી કિંમતો રૂપિયાની સ્થિતિને તાત્કાલિક સંતુલિત કરવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.