Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

સેન્સેક્સ-નિફ્ટી દબાણ હેઠળ, ઇન્ડિગો, ડીએલએફ, કોફોર્જ, પ્રીમિયર એનર્જી ફોકસમાં

સેન્સેક્સ-નિફ્ટી દબાણ હેઠળ, ઇન્ડિગો, ડીએલએફ, કોફોર્જ, પ્રીમિયર એનર્જી ફોકસમાં

આજે ભારતીય શેરબજારમાં ટેક્નિકલ અને ફ્લો આધારિત સંકેતો સ્પષ્ટ રીતે મિશ્ર પરંતુ ઝુકાવમાં નેગેટિવ દેખાઈ રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ચાર્ટ પર લીલી રેખા રેડ 0 લાઇનની નીચે જતી જોવા મળી છે, જે સામાન્ય રીતે મોમેન્ટમમાં નબળાઈ અને વેચાણ સંકેત દર્શાવે છે. Intraday Trend Options અને VWAP બંને પર Sell Signal સક્રિય થવાથી આ નબળાઈ વધુ મજબૂત બની છે.

ખાસ કરીને છેલ્લા લગભગ 45 મિનિટથી સતત શોર્ટ બિલ્ડ-અપ જોવા મળી રહ્યા છે, જે સૂચવે છે કે ટ્રેડર્સ ઊંચા સ્તરે વેચવાલી કરી રહ્યા છે. જોકે, બજાર એકતરફી નથી—પ્રથમ 15 મિનિટમાં શોર્ટ બિલ્ડ-અપ, બીજા 15 મિનિટમાં લોંગ બિલ્ડ-અપ અને ત્રીજા 15 મિનિટમાં ફરી શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યા, જે દર્શાવે છે કે બુલ્સ અને બેર્સ વચ્ચે કઠોર ટક્કર ચાલી રહી છે અને નિફ્ટી ભારે મૂંઝવણમાં છે.

PSP Daily High-Low Expected 112 સૂચક મુજબ નિફ્ટી દિવસના નીચલા સ્તર નજીક 25236 સુધી આવ્યો હતો અને ત્યાંથી 25320 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે; જો 25376 decisively પાર કરે તો 25460 સુધી રિકવરી શક્ય છે, નહીં તો ફરી દબાણ આવી શકે છે. FII ફ્લો પણ સ્પષ્ટ નથી—લગભગ ₹2500 કરોડથી વધુની વેચવાલી છતાં ક્યારેક લોંગ તો ક્યારેક શોર્ટ બિલ્ડ-અપ જોવા મળે છે, જે અનિશ્ચિતતા દર્શાવે છે.

વૈશ્વિક સ્તરે સંકેતો સહાયક છે—GIFT નિફ્ટી ફ્લેટ છે, એશિયન બજારોમાં મર્યાદિત તેજી છે અને અમેરિકી બજારોમાં (ખાસ કરીને Nasdaq ~1%) મજબૂત વધારો થયો છે, જ્યારે સોનું અને ચાંદીમાં પણ તેજી સુરક્ષિત આશ્રયની માંગ બતાવે છે. સ્ટોક-સ્પેસિફિક રીતે, AXISCADES Technologies ને બહુ-વર્ષીય USD ~1 મિલિયનનો કરાર મળતાં શેરમાં મજબૂતી છે અને Intraday Trend Options તથા VWAP બંને Buy દર્શાવે છે, જોકે વોલ્યુમ ઓછો છે; જ્યારે Swan Defence & Heavy Industries ને USD 227 મિલિયનનો શિપબિલ્ડિંગ કોન્ટ્રાક્ટ મળવો સેક્ટર માટે પોઝિટિવ છે. કુલ મળીને, ઇન્ડેક્સ માટે સાવચેત અભિગમ અને સ્ટોક-સ્પેસિફિક તકો પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે દિશા કરતા વોલેટિલિટી વધુ પ્રબળ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.