અમદાવાદ શહેરમાં આજે (23 જાન્યુઆરી) વહેલી સવારે સાત જેટલી જાણીતી સ્કૂલોને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચ, બોપલમાં આવેલી DPS સ્કૂલ, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ અને વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.
સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયગાળા દરમિયાન જ વહીવટી તંત્રને આ ઈમેલ મળતા મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે તમામ સંબંધી સ્કૂલો દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તરત જ જાણ કરી દેવામાં આવી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક સ્કૂલમાંથી બાળકોને લેવા માટેનો સંદેશ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં શાળાઓએ પહોંચી ગયા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ અફરાતફરીનું માહોલ સર્જાયો હતો.
अहमदाबाद, गुजरात: बम धमकी मिलने के बाद संत कबीर स्कूल में बम निरोधक दस्ते ने गहन जांच की।
अहमदाबाद में संत कबीर स्कूल को बम से उड़ाने की धमकी मिली, जिसके बाद बम डिस्पोजल स्क्वॉड ने स्कूल परिसर की पूरी तलाशी ली। जांच जारी है। #BombThreat #Ahmedabad #SantKabirSchool… pic.twitter.com/hjKsKV7ACB
— One India News (@oneindianewscom) January 23, 2026
ખાસ કરીને બોપલમાં આવેલી DPS સ્કૂલમાં વાલીઓને બાળકોને લઈ જવા માટે સંમતિ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેના કારણે પહેલેથી જ ચિંતિત વાલીઓ વધુ ગભરાઈ ગયા હતા. બીજી તરફ, ધમકી મળતા જ અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો તરત જ તમામ સ્કૂલો પર પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્કૂલના ક્લાસરૂમ, લોબી, મેદાન અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સ્થિતિને ધ્યાનમાં રાખી તપાસ અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, જ્યારે વાલીઓમાં હજુ પણ ચિંતા અને અણસારનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel