ભારતીય કોર્પોરેટ દુનિયામાં આજે અનેક મહત્વપૂર્ણ વિકાસ નોંધાયા છે. એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ (ACE) અને સંધવી મૂવર્સ વચ્ચે વ્યૂહાત્મક MOU પર હસ્તાક્ષર થયા છે, જે અંતર્ગત દેશમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં સ્વદેશી ટ્રક અને ક્રાઉલર ક્રેન્સના ઉપયોગને વધારવાનો ઉદ્દેશ્ય છે. આથી ભારતના હેવી લિફ્ટિંગ ઈક્વિપમેન્ટ સેક્ટરમાં ‘મેક ઇન ઈન્ડિયા’ને વધુ વેગ મળશે.
બીજી તરફ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પૂર્ણવંકરાને મોટી સિદ્ધિ મળી છે, કારણ કે તેની પેટાકંપની સ્ટારવર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શનને બેંગલુરુ ગ્રામિણ જિલ્લામાં આવેલા લક્ઝરી OBLP પ્રોજેક્ટના વર્ણમ ફેઝ–1 માટે રૂ. 509.52 કરોડનો LoA પ્રાપ્ત થયો છે. ફાર્મા ક્ષેત્રે, સિપ્લાએ ભારતમાં સ્થૂળતા અને ટાઇપ–2 ડાયાબિટીસ માટે અઠવાડિયે એક વખત લેવાતી ઇન્જેક્ટેબલ થેરાપી યુરોપિક (Tirzepatide) લોન્ચ કરી છે, જેને DCGIની મંજૂરી પ્રાપ્ત થતાં કંપની હવે ભારતમાં લિલીની બીજી ટિર્ઝેપેટાઇડ બ્રાન્ડનું વિતરણ અને પ્રમોશન કરશે.
સ્ટીલ ઉદ્યોગમાં, ટાટા સ્ટીલ તેની સહાયક NINL ખાતે 4.8 MTPA ક્ષમતા વિસ્તરણને મંજૂરી આપી છે, જે તેના લાંબા ઉત્પાદન પોર્ટફોલિયોને મજબૂત બનાવશે, સાથે મહારાષ્ટ્રના તારાપુર પ્લાન્ટમાં નવી HRPGL લાઇન સ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપી છે. કંપનીએ ત્રિવેણી પેલેટ્સમાં 50.01% હિસ્સો રૂ. 636 કરોડમાં ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે.
શેરબજારમાં આજે શરૂઆત ફ્લેટ રહી, જ્યાં સેન્સેક્સ 65 પોઇન્ટ ઉછળીને 84,456 પર બંધ રહ્યો જ્યારે નિફ્ટી 14 પોઇન્ટ ઘટીને 25,743 પર રહ્યો. બજારમાં બુલ્સ અને બિયર્સ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે, તેમ છતાં 9:30 વાગ્યે બંને બાજુ ટ્રેડિંગના મોકા જોવા મળવાની સંભાવના છે. પ્રી–ઓપન સેશન દરમ્યાન બજાર સ્થિર રહ્યું અને ટાટા સ્ટીલ, ગ્લેનમાર્ક, SBI અને સિપ્લા પર રોકાણકારોના નજરો કેન્દ્રિત રહ્યા. વૈશ્વિક બજાર તરફ જોતા, ફેડરલ રિઝર્વે અપેક્ષા કરતાં ઓછો આક્રમક અંદાજ રજૂ કરતા ડોલર નબળો પડ્યો અને રોકાણકારોએ આવતા વર્ષે વધુ બે દર ઘટાડાની આશા વ્યક્ત કરી, જેના કારણે પાઉન્ડ અને યેનમાં મજબૂતી જોવા મળી જ્યારે ડોલર ઇન્ડેક્સ 21 ઓક્ટોબર પછીના સૌથી નીચા સ્તર 98.543 પર પહોંચ્યો.
અમેરિકન બજાર ફેડના નિર્ણયથી ઝળહળી ઉઠ્યું, ડાઉ જોન્સે લગભગ 500 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો અને નાસ્ડેક તથા S&P500 પણ મજબૂતી સાથે બંધ રહ્યા. એશિયન બજારોમાં પણ સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું જેમાંથી નિફ્ટીએ સવારના સેશનમાં મજબૂત શરૂઆતના સંકેત આપ્યા. હાંલકે, FII હજુ પણ કેશ અને ફ્યુચર્સ સેગમેન્ટમાં વેચવાલી જારી રાખે છે. સાથે જ, ફેડ દ્વારા દરમાં ઘટાડાના નિર્ણયથી ચાંદીના ભાવ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom