Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

શામળાજી : ખેરંચા ગામ નજીક બાઈક સવારને નડ્યો અકસ્માત

શામળાજી : ખેરંચા ગામ નજીક બાઈક સવારને નડ્યો અકસ્માત

ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે.
આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ઈજાગ્રસ્ત થતાં એક યુવાનને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યારે અન્ય એક યુવકને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
આ ત્રણેય યુવાનો નજીકના વોલ્વા ગામના હોવાનું માલુમ પડ્યું છે.અકસ્માતના પગલે ટીંટોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના લાશનું પી એમ કરવાની કાર્યવાહી કરી, અકસ્માત કરનાર વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.