Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

બુલિયન માર્કેટમાં ઝાટકો : ચાંદી ₹5800 સસ્તી, સોનું ₹1.60 લાખથી નીચે

બુલિયન માર્કેટમાં ઝાટકો : ચાંદી ₹5800 સસ્તી, સોનું ₹1.60 લાખથી નીચે

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મહત્વના બજાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધતા સોના અને ચાંદીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે, જ્યારે સોનામાં પણ નરમાઈ જોવા મળી રહી છે. આ સાથે શેરબજારમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળતા રોકાણકારોમાં ગૂંચવણનો માહોલ ઉભો થયો છે.

કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે તેજી પર બ્રેક લાગી છે. Multi Commodity Exchange of India (MCX) પર ચાંદી તેના અગાઉના બંધ ભાવ ₹2,78,364ની સરખામણીએ સીધી ઘટીને ₹2,72,560 પર ખૂલી હતી. એટલે કે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં એક ઝટકામાં ₹5,804નો ઘટાડો નોંધાયો છે. જો 29 જાન્યુઆરીના ઓલ-ટાઈમ હાઈ લેવલ ₹4,20,048 સાથે સરખામણી કરીએ તો ચાંદી હાલમાં અંદાજે ₹1,47,488 જેટલી સસ્તી મળી રહી છે, જે બજારમાં મોટી કરેકશનની નિશાની માનવામાં આવે છે.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળું સોનું બુધવારે ₹1,61,145 પર બંધ થયું હતું, જ્યારે ગુરુવારે તે ઘટીને ₹1,60,516 પર ઓપન થયું. એટલે કે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹629નો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે સોનું તેના હાઈ લેવલ ₹1,93,096ની સરખામણીમાં અત્યાર સુધીમાં લગભગ ₹32,580 જેટલું તૂટી ચૂક્યું છે, જેના કારણે બુલિયન માર્કેટમાં પણ સાવચેત વલણ જોવા મળી રહ્યું છે.

આ દરમિયાન શેરબજારમાં પણ અનિશ્ચિતતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. Bombay Stock Exchange નો સેન્સેક્સ અને National Stock Exchange of India નો નિફ્ટી બંને શરૂઆતમાં ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા, પરંતુ થોડા જ મિનિટોમાં રેડ ઝોનમાં સરકી ગયા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82,276ની સામે 82,418 પર ખુલ્યો, પરંતુ મિનિટોમાં ઘટીને 82,244 સુધી આવી ગયો અને બાદમાં ફરી આશરે 200 પોઈન્ટ ઉછળ્યો. બીજી તરફ નિફ્ટી પણ 25,482ના પાછલા બંધ સામે 25,556 પર ખુલ્યો હતો, પરંતુ ઝડપથી ઘટીને 25,487 સુધી પહોંચ્યો. સમાચાર લખાયા ત્યાં સુધી નિફ્ટી લગભગ 50 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

બુલિયન માર્કેટમાં ઘટાડો અને શેરબજારમાં ઉતાર-ચઢાવના કારણે રોકાણકારો માટે આજે બજારની દિશા સમજી લેવી મુશ્કેલ બની રહી છે, જેના કારણે ઘણા રોકાણકારો સાવચેત વલણ અપનાવી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.