નવી દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં સોનિયા ગાંધીના નામને લઈને મતદાર યાદી સંબંધિત વિવાદ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા આક્ષેપોને લઈને કોર્ટ સમક્ષ વિગતવાર દલીલો રજૂ કરવામાં આવી.
સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે સોનિયા ગાંધી વિરુદ્ધ પોતાના દલીલો રજૂ કર્યા, જ્યારે સોનિયા ગાંધીના વકીલોએ પણ કોર્ટ સમક્ષ પોતાની તરફથી જવાબી દલીલો રજૂ કરી. બંને પક્ષોના સિનિયર એડવોકેટ્સ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓનો ઉલ્લેખ કરીને કાનૂની મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
Sonia Gandhi voter list inclusion matter | The Rouse Avenue court heard the arguments by the complainant against Sonia Gandhi. The court also heard the counsel for Sonia Gandhi. Senior advocates cited some judgments.
The Court granted time to the complainant for rebuttal…
— ANI (@ANI) March 30, 2026
આ કેસનો મુખ્ય મુદ્દો એ છે કે સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં તેમના ભારતીય નાગરિક બનતા પહેલા જ સામેલ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મુદ્દે કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે અને કાનૂની દૃષ્ટિએ તેની તપાસ કરવામાં આવી રહી છે.
સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટએ ફરિયાદી પક્ષને રિબટલ (જવાબી) દલીલો રજૂ કરવા માટે સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 18 એપ્રિલે થશે, જેમાં ફરિયાદી પક્ષ ફરીથી પોતાની દલીલો રજૂ કરશે.
આ મામલો રાજકીય અને કાનૂની બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને આગામી સુનાવણીમાં કોર્ટના અભિગમ પર સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel