ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન તેમના ચાર દિવસના ભારત પ્રવાસ દરમિયાન મુંબઈ પહોંચ્યા અને સ્થાનિક બૉલીવુડ કલાકારો અને ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, ઝોયા અખ્તર, ઋચા ચડ્ડા અને ગ્રેમી વિજેતા મ્યુઝિક કમ્પોઝર રિકી કેઝ સામેલ રહ્યા. સભામાં કળા, સંસ્કૃતિ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલાં મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ.
બૉલીવુડ દિગ્ગજોએ મેક્રોન સાથે કરી વાતચીત
અનિલ કપૂરે મેક્રોન સાથે ખાસ ચર્ચા કરી અને અન્ય કલાકારો સાથે પણ રાષ્ટ્ર પ્રમુખે પોતાના અનુભવ અને વિચારો શેર કર્યા. મુલાકાત દરમિયાન ઘણા કલાકારો અને મેક્રોન સાથે પોઝ કરીને ફોટો પણ લીધા. આ મુલાકાત બાદ ચર્ચા ચાલી રહી છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે ફિલ્મ અને મ્યુઝિક ક્ષેત્રે સહયોગ વધવાની શક્યતા છે.
French President Emmanuel Macron meets personalities from the arts and culture world, including Bollywood personalities Shabana Azmi, Anil Kapoor, Manoj Bajpayee, Zoya Akhtar, Richa Chadha and Grammy-winning music composer Ricky Kej, during his ongoing visit to Mumbai
Photos… pic.twitter.com/hH7kwTh5Pv
— ANI (@ANI) February 17, 2026
PM મોદીના સત્ર સાથે મેક્રોનની ઉચ્ચસ્તરીય બેઠક
મેક્રોનના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં PM નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ. બેઠક પછી સાંજે 5:15 વાગ્યે બંને નેતાઓએ ‘ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026’નું ઉદ્ઘાટન કર્યું અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધ્યું. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં આશરે એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી.
ઇમેન્યુઅલ મેક્રોન ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં ઉપસ્થિત રહેશે
ઇમેન્યુઅલ મેક્રોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’માં હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત ભારતીય-ફ્રાન્સી સંબંધોની મજબૂત નવી મિશાલ તરીકે જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel