ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જાહેર કર્યું, જે બંને દેશોના આર્થિક અને વેપારિક સંબંધોમાં નવી ગતિ લાવશે.
पीएम मोदी और फ्रांस के राष्ट्रपति मैक्रों ने कर्नाटक के वेमगल में टाटा एयरबस के H125 लाइट यूटिलिटी हेलीकॉप्टर फाइनल असेंबली लाइन का वर्चुअली उद्घाटन किया।#PMModi #EmmanuelMacron #H125Helicopter #IndiaFrance #TataAirbus
[ PMModi, EmmanuelMacron, H125Helicopter, IndiaFrance,… pic.twitter.com/noyUun1iQZ
— One India News (@oneindianewscom) February 17, 2026
PM મોદીએ કોન્ફરન્સમાં કહ્યું – “ઈનોવેશન આઈસોલેશનથી નહીં, કોલેબોરેશનથી થાય છે”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘થોડી વખત પહેલા અમે યુરોપિયન સંઘ (EU) સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હતો, અને હવે ફ્રાંસ સાથે આ કરાર કરવાથી ભારત અને ફ્રાંસ વચ્ચેના વેપાર અને રોકાણમાં અભૂતપૂર્વ ગતિ આવશે.’
PM મોદીએ વધુમાં જણાવ્યું, “ઈનોવેશન આઈસોલેશનથી નહીં, પરંતુ કોલેબોરેશનથી થાય છે. આથી બંને દેશોના વિદ્યાર્થી અને સંશોધકો માટે નવા સહયોગના અવસર ખુલશે. અમે દરેક ક્ષેત્રમાં સ્વદેશી ઉદ્યોગ અને નવીનતા પ્રોત્સાહિત કરીશું.”
Addressing the joint press meet with President Emmanuel Macron.@EmmanuelMacron https://t.co/FuX0qSUyw7
— Narendra Modi (@narendramodi) February 17, 2026
ભારત-ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી મજબૂત
વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો કે ભારત અને ફ્રાંસ વચ્ચે જૂના અને મજબૂત સંબંધો છે, જે હવે વધુ સુદ્રઢ બનશે. તેમણે કહ્યું, “મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપ્રમુખ મેક્રોનનું મુંબઈમાં સ્વાગત કરવું અમને ગૌરવની બાબત છે. ગત વર્ષે તેઓએ ફ્રાંસમાં AI એક્શન કમિટી શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું, અને આ વખતે તેઓ ભારતમાં આયોજિત AI ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા છે.”
આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ બંને દેશોમાં વેપાર સરળ અને ઝડપી થશે, હળવા કર અને નીતિ સુવિધાઓ આપીને વેપારીઓ અને SMEs માટે નવી તક ઉપલબ્ધ થશે. આ સાથે આઈટી, રિન્યુએબલ એનર્જી, ઔદ્યોગિક ઉત્પાદન અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધશે, જે બંને દેશોના અર્થતંત્રને મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel