શુક્રવારે બપોરે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અચાનક આવેલા આ આંચકાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.
1:22 વાગ્યે આવ્યો ભૂકંપ
National Center for Seismology (NCS)ના જણાવ્યા મુજબ, આ ભૂકંપ બપોરે અંદાજે 1:22 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. આંચકાઓ એટલા તીવ્ર હતા કે કોલકાતા શહેર ઉપરાંત આસપાસના અનેક વિસ્તારોમાં પણ તેનો અનુભવ થયો હતો.
#WATCH | West Bengal: An earthquake with a magnitude of 5.4 on the Richter Scale hit South-West from BMD Seismic Centre, Agargaon, Dhaka in Bangladesh. Tremors felt in Kolkata, West Bengal.
Visuals from Kolkata city as people rush out of their residences. pic.twitter.com/62TVn7I0Z2
— ANI (@ANI) February 27, 2026
ટાકી નજીક નોંધાયું કેન્દ્રબિંદુ
United States Geological Survey (USGS) મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાકી શહેરથી અંદાજે 26 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું હતું. આ ભૂકંપ જમીનથી માત્ર 9.8 કિલોમીટર ઊંડાઈએ આવ્યો હોવાથી તેની અસર વધુ તીવ્ર રીતે અનુભવાઈ હતી.
સોશિયલ મીડિયા પર લોકોના અનુભવો
ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. ઘણા લોકોએ જણાવ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર આટલા તીવ્ર આંચકા અનુભવ્યા છે. લોકો ડરના માર્યા તરત જ બિલ્ડિંગમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનોમાં ભેગા થઈ ગયા હતા.
જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી
રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક તંત્ર અને રાહત ટીમો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કોલકાતા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ આંચકાઓ અનુભવાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ભૂકંપ પછી સુરક્ષાના પગલા તરીકે ઘણા લોકો લાંબા સમય સુધી પોતાના ઘરોમાં પરત જવા માટે હિંમત કરી શક્યા નહોતા અને ખુલ્લા વિસ્તારોમાં જ ઉભા રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel