Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

સુરતઃ વેસુમાં વિધર્મીએ 12 વર્ષની કિશોરીને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું

સુરતઃ વેસુમાં વિધર્મીએ 12 વર્ષની કિશોરીને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના વેસુ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. હવસખોરે કિશોરીને લલચાવી ફોસલાવી ત્યાંથી ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીના પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે વિધર્મી યુવકને ઝડપી પાડ્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ વેસુમાં વીઆઈપી રોડ ઉપર નંદની-2ની બાજુમાં બાંધકામની સાઈટ ઉપર મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરે છે. આ સાઈટ ઉપર જ કામ કરતાં મહંમદ રેજાઉલ મહંમદ શરાફત નામના યુવકે આ જ સાઈટ ઉપર કામ કરતા શ્રમિકની 12 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. તકનો લાભ ઉઠાવી મોહમ્મદ રેજાઉલે કિશોરી સાથે વાત કરી ત્યાંથી ભગાડી ગયો હતો અને અન્ય સ્થળે લઈ જઈ કિશોરી ૫૨ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

ઘણાં સમય સુધી પુત્રી નહીં દેખાતા તેના પરિવારે તેની શોધખોળ કરી હતી, ત્યારે પરિવારને ખબર પડી હતી કે મહંમદ રેજાઉલ નામનો યુવક તેણીને ભગાડી લઈ ગયો છે. કિશોરીના પિતાએ તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક આવ્યો હતો અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તાપી જિલ્લાને અડીને આવેલી મહારાષ્ટ્ર બોર્ડર ઉપરથી બંનેને ઝડપી પાડ્યા હતા. કિશોરીએ તમામ હકીકત જણાવતા મહંમદ રેજાઉલ મહંમદ શરાફત સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.