Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

સુપ્રીમ કોર્ટનો કરારો આદેશ : “મંદિરનું ધન દેવતાની માલિકી”, કેરળની સહકારી બેન્કોને કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટનો કરારો આદેશ : “મંદિરનું ધન દેવતાની માલિકી”, કેરળની સહકારી બેન્કોને કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટએ મંદિરના ભંડોળના ઉપયોગને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્ગદર્શક એવો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંદિરનું ધન દેવતાનું છે અને તેનો ઉપયોગ કોઈ સહકારી બેંકને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે નહીં થઈ શકે. આ નિર્ણયે ધાર્મિક સંસ્થાઓના ભંડોળની પવિત્રતા તથા તેનો ઉપયોગ માત્ર મંદિર-હિત માટે જ થવો જોઈએ તેવી પરંપરાગત માન્યતાને વધુ મજબૂત બનાવી છે.

આ નિર્ણય મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેન્ચે આપ્યો હતો. કેસ કેરળના પ્રખ્યાત થિરુનેલ્લી મંદિર દેવસ્વમની ફિક્સ્ડ ડિપોઝિટ અંગેનો હતો. મંદિર સંચાલન સમિતિએ ફરિયાદ કરી હતી કે કેટલીક સહકારી બેંકો તેમની FDની અવધિ પૂરી થયા બાદ પણ વારંવાર વિનંતી છતાં પૈસા પરત કરી રહી નથી. આ મુદ્દો પહેલા કેરળ હાઈકોર્ટ પહોંચ્યો, અને હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે સહકારી બેંકો તરત જ FD બંધ કરી મંદિરની સંપૂર્ણ રકમ બે મહિનાની અંદર પરત કરે.

આ આદેશ સામે કેટલીક સહકારી બેંકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. બેંકોનું કહેવું હતું કે હાઈકોર્ટનો આદેશ અચાનક છે, અને જો તેમને એક साथ ભારે રકમ પરત કરવી પડે તો તેમની કામગીરી પર ગંભીર અસર પડી શકે છે.

પરંતુ સુપ્રીમ કોર્ટ બેંકોના દલીલો થી અસંતોષ જણાવીને ખૂબ કડક અવલોકન કર્યું. કોર્ટએ પૂછ્યું—“શું તમે એક સહકારી બેંકને બચાવવા માટે મંદિરના પવિત્ર ભંડોળનો ઉપયોગ કરવા માંગો છો? મંદિરનું ધન તો સર્વપ્રથમ દેવતાનું છે. આ રકમનો ઉપયોગ માત્ર મંદિરના હિત માટે થઈ શકે છે, કોઈ સંસ્થા અથવા બેંકને બચાવવા માટે નહીં.”

મુખ્ય ન્યાયાધીશે વધુમાં જણાવ્યું કે જો સહકારી બેંકોએ પોતાનો વ્યવસાય મજબૂત કરવા માટે પૂરતા ડિપોઝિટ્સ આકર્ષી શકતા નથી, તો તે તેમની પોતાની સમસ્યા છે. તેની કીમતે મંદિરના ભક્તોના દાનમાં જમા થયેલી રકમ અટકાવી રાખવી યોગ્ય નથી. બેન્ચે એ પણ કહ્યું કે મંદિરના ભંડોળને રાષ્ટ્રીયકૃત બેંકમાં ખસેડવાનો હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય છે, કારણ કે ત્યાં સુરક્ષા તથા વધુ વ્યાજ મળે છે.

જોકે, પ્રાયોગિક મુશ્કેલીઓને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે બેંકોને છૂટ આપી છે કે તેઓ હાઈકોર્ટ પાસે સમયવધારાની માંગણી કરી શકે છે. આ સમગ્ર ચુકાદો ધાર્મિક સંસ્થાઓના ભંડોળની પવિત્રતા, પારદર્શિતા તથા સુરક્ષા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને ભવિષ્યના આવા વિવાદોમાં માર્ગદર્શક બનશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.