નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોના ઓપરેશનલ સંકટને કારણે અચાનક વધેલા હવાઈ ભાડાં પર કડક કાર્યવાહી હાથ ધરી છે. સંકટથી અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટી જતાં એરલાઈન્સે મુસાફરો પાસેથી અસામાન્ય અને બેફામ ભાડાં વસૂલી રહ્યા હતા, જેના પગલે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ પરિસ્થિતિની ગંભીર નોંધ લેતા મંત્રાલયે તાત્કાલિક તમામ અસરગ્રસ્ત રૂટ પર ‘ફેર કેપ’ એટલે કે હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. હવે કોઈપણ એરલાઇન આ મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલ નહીં કરી શકે.
શનિવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, તમામ એરલાઈન્સને આ નવા નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ મર્યાદા ત્યાં સુધી અમલમાં રહેશે ત્યાં સુધી ઈન્ડિગો સહિત તમામ રૂટ પર ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય. સરકારનો આ નિર્ણય મુસાફરોને આર્થિક રીતે સુરક્ષિત રાખવાનો છે—ખાસ કરીને તેઓને, જેઓને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂર પડે છે, જેમ કે વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ઇમરજન્સી ટ્રાવેલર્સ.
#FlightCancellations | नागरिक उड्डयन मंत्रालय (#MoCA) ने इंडिगो के नेतृत्व में हुई उड़ान व्यवधान के बीच अवसरवादी कीमतों पर बड़ी कार्रवाई की
सरकार ने नियामक शक्तियों का इस्तेमाल कर सभी प्रभावित रूट्स पर उचित और तर्कसंगत हवाई किराया लागू करने का आदेश दिया।
सभी एयरलाइंस को… pic.twitter.com/ZBn0HzOPjT
— One India News (@oneindianewscom) December 6, 2025
મંત્રાલયે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભાડામાં કોઈપણ અનિયમિતતા અથવા નિયમોના ભંગ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સરકાર રિયલ-ટાઇમ ડેટા, એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ્સ સાથે સતત સંકલનમાં રહેશે, જેથી હવાઈ ભાડાં પર નજીકથી નજર રાખી શકાય. મુસાફરોના હિતમાં ભાડામાં થતી જરી જરી બાબતોની મોનિટરિંગ પણ વધારી દેવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી મુસાફરોને હાલના સંકટકાળમાં રાહત મળશે અને એરલાઈન્સ દ્વારા તકવાદી ભાવવધારાને અસરકારક રીતે રોકી શકાય તેવી આશા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel