કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી, પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી હતી અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે સરકાર આ અંગેની જાહેરાત ક્યારે કરશે? ત્યારે હવે કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની સત્તાવાર રીતે રચના કરી દીધી છે.
આ પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરશે. જસ્ટિસ દેસાઈની નિયુક્તિની સાથે જ પગાર પંચે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 8મું પગાર પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે, જેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી થવાની સંભાવના છે. મંત્રીએ જણાવ્યું કે કમિશનની ભલામણો આશરે 69 લાખ પેન્શનરો સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને કવર કરશે.
Cabinet approved Terms of Reference of 8th Central Pay Commission.
✅ To make recommendations within 18 months of constitution.
✅ Will cover ~50 lakh Central Government employees and ~69 lakh pensioners. pic.twitter.com/is12kPgMH7
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 28, 2025
8મા પગાર પંચની કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ હશે. તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈનનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આનાથી પગાર માળખા (સેલેરી સ્ટ્રક્ચર) અને ભથ્થાઓ (એલાઉન્સ)માં સુધારો થશે.
NC-JCM સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાનું કહેવું છે કે, 8મા પગાર પંચને લાગુ કરવામાં ભલે મોડું થાય, પરંતુ તે 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. એટલે કે, આમાં જો વિલંબ થાય તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને એરિયર જોડીને આપવામાં આવશે.
8મું પગાર પંચ શા માટે મહત્વનું છે? – સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવક દર 10 વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. અગાઉ 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચથી કર્મચારીઓના બેઝિક પગાર, ભથ્થાં (એલાઉન્સ) અને પેન્શનમાં મોટો ફાયદો મળવાની આશા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel