અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરનો દર્દી સાથે દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે હાલ મહિલા ડોક્ટર સામે તપાસ શરૂ કરાઈ છે. ત્યારે હાલ મહિલા ડોક્ટરને એક મહિના માટે દર્દીઓની સારવારથી દૂર રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલની માહિતી મુજબ આરોગ્ય મંત્રીના આદેશ બાદ, દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરતી આ મહિલા ડોક્ટરને એક મહિના સુધી નોન ક્લિનિક ડ્યુટી આપવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ મહિલા ડોક્ટર ઉપર એક્શન લેવાશે.
વિગતવાર વાત કરીએ તો, ફરિયાદી અજય ચાવડા નામનો વ્યક્તિ તેની ભત્રીજીને તાવ અને શ્વાસ લેવાની તકલીફ જણાતા રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો. જ્યાં બાળરોગ વોર્ડમાં એક રેસિડેન્ટ ડોક્ટરે અજય અને ભાઈ સાથેનો ઝઘડો કર્યો હતો, પરિસ્થિતિ વધુ વણસતા આ ડોક્ટરે બાળકની સારવાર કરવાનો ઇનકાર કર્યો અને ‘મુખ્યમંત્રી પાસે જશો તો પણ બાળકીની સારવાર નહીં કરું’ તેવી ધમકી ફરિયાદી પરિવારને આપી હતી. જે આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
ઘટના અંગે ફરિયાદી અજય ચાવડાના જણાવ્યા મુજબ, હોસ્પિટલ બાળરોગ વોર્ડમાં શરૂઆતમાં કોઈ ડોક્ટર હાજર નહોતા. જ્યારે રેસિડેન્ટ ડોક્ટર આવી, ત્યારે તેણે બાળકીના ટી-શર્ટ પર લગાવેલું થર્મોમીટર જોઈને બાખડી પડી હતી અને કહેવા લાગી હતી કે, “આ થર્મોમીટર ટી-શર્ટની અંદર લગાવવાનું હોય છે, આ તમારી દીકરી છે; શું તમને ખબર નથી કે થર્મોમીટર ક્યાં મૂકવું?” આટલું કહેતા જ ફરિયાદીએ ડોક્ટરને ધીરેથી બોલવા માટે કહ્યું ત્યાર બાદ આ મામલો વધુ તીવ્ર બનતા અજયભાઈએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel