ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ગંભીર ચિંતાનો વિષય છે અને તેને અવગણી શકાય નહીં. તેમણે મયમનસિંહ જિલ્લામાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાની તીવ્ર નિંદા કરતા કહ્યું કે ભારતને આશા છે કે આ ઘટનાના તમામ આરોપીઓને કાયદાના કઠેડામાં લાવવામાં આવશે. સાથે જ તેમણે બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની યુનુસ સરકારની નીતિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વર્તમાન વચગાળાની સરકારના સમયગાળા દરમિયાન હિન્દુ લઘુમતીઓ સામે હત્યા, આગચંપી, જમીન પચાવી પાડવી અને ધમકી જેવી કુલ અંદાજે 2,900 ઘટનાઓ નોંધાઈ છે, જેને માત્ર રાજકીય હિંસા કહીને નજરઅંદાજ કરી શકાય નહીં. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે બાંગ્લાદેશમાં મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણી ઇચ્છે છે તથા બાંગ્લાદેશના નાગરિકો સાથે સારા અને સ્થિર સંબંધો જાળવવા પ્રતિબદ્ધ છે.
#WATCH | Delhi | On Bangladesh, MEA Spox Randhir Jaiswal says," The unremitting hostility against minorities in Bangladesh is a matter of great concern. We condemn the recent killing of a Hindu youth in Bangladesh and expect that the perpetrators of the crime will be brought to… pic.twitter.com/UbacgqSskh
— ANI (@ANI) December 26, 2025
સાથે જ વિદેશ મંત્રાલયે H-1B વિઝા એપોઇન્ટમેન્ટ રદ થવાને કારણે ભારતીય નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. MEAએ કહ્યું કે અનેક ભારતીયોએ વિઝા શિડ્યુલ અને રિ-શિડ્યુલ અંગે ફરિયાદો કરી છે, જેના કારણે તેમના અભ્યાસ અને પારિવારિક જીવન પર અસર પડી રહી છે, અને આ મુદ્દો ભારત સરકારે અમેરિકી અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.
આ વચ્ચે બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે. રાજબાડી જિલ્લામાં 24 ડિસેમ્બરની મોડી રાત્રે ખંડણીના આરોપમાં એક હિન્દુ યુવક અમૃત મંડળ (સમ્રાટ તરીકે ઓળખાતા) પર ટોળાએ હુમલો કરી તેને મારી નાખ્યો હતો. પોલીસ અનુસાર, ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઘટના દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગ બાદ થોડા જ દિવસોમાં બની હોવાથી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વધુ ઘેરી બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel